સુરક્ષા / ઈરાન અમેરિકા પર વળતો હુમલો કરશે તો ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત;ઈઝરાયલ, સાઉદી અરબ અને ચીન પર અસર થશે

If Iran responds to attacks, third world war fears; Israel, Saudi Arabia and China will be affected

 • અમેરિકાએ શુક્રવારે બગદાદ એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરી ઈરાનના મેજર જનરલ સુલેમાનીની હત્યા કરી હતી
 • ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલ-ખામનેઈએ કહ્યું- યોગ્ય સમયે આ હુમલાનો બદલો લેવામાં આવશે
 • રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- જો ઈરાન હુમલો કરે છે તો અમે જડબાતોડ જવાબ આપશું

Divyabhaskar.com

Jan 06, 2020, 01:34 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે સવારે બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરી ઈરાનના કુદ્સ ફોર્સના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારબાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલ-ખામનેઈએ યોગ્ય સમયે બદલો લેવાની વાત કહી છે. જો ઈરાન-અમેરિકા પર કોઈ પણ જવાબી કાર્યવાહી કરશે તો ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ સર્જાઈ શકે છે.

ખામનેઈના નેતૃત્વમાં હુમલાનો જવાબ આપવા માટે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તેહરાનમાં બેઠક ચાલી રહી છે. ઈરાન પાસે વિશ્વની 13મી સૌથી મોટી સેના છે. ઈરાન સાથે મધ્ય પૂર્વમાં લેબેનોનના હિજબુલ્લાહ, યમનના હૂતી વિદ્રોહી અને સીરિયાના બશર અલ-અસદ જેવા સહયોગી પણ સામેલ છે.

ઈરાન દ્વારા ઈરાક અને સીરિયામાં અમેરિકાના સૈનિકો તથા સૈન્ય છાવણીઓ, ગોલન હાઈટ્સમાં ઈઝરાઈલના સુરક્ષા દળો, હોરમુઝમાં ટેન્કરો તથા સાઉદી અરબના ઓઈલ ઉત્પાદનના મહત્વના વિસ્તારો પર હુમલો થવાની શક્યતા છે. રશિયાએ સીરિયામાં તેની સેના ગોઠવી દીધી છે, જે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તથા ઈરાનનું સમર્થન કરે છે. બીજીબાજુ દેશના ઉત્તરી વિસ્તારોમાં તુર્કી સુરક્ષા દળ લડી રહ્યા છે. તુર્કી નાટોના સભ્યો હોવાની સાથે રશિયા અને ઈરાનની નજીક પણ માનવામાં આવે છે.

અમેરિકા, ચીન, રશિયા તથા ઈઝરાયલ પાસે પરમાણુ શસ્ત્રો છે

ચીને પણ ઓમાનની ખાડીમાં તેનું જંગી જહાજ ગોઠવ્યું છે. રશિયા અને ઈરાને તાજેતરમાં જ એક સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે જો વિવાદ વધશે તો આ દેશો પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. સાઉદી અરબ યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિયો સામે લડી રહ્યા છે. જો ઈરાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો રિયાધ તેનો જવાબ આપશે. અમેરિકા, ચીન, રશિયા અને ઈઝરાયલ તમામ પાસે પરમાણુ હથિયારો છે. આ ત્રણેય પાસે અત્યાધુનિક હાઈપરસોનિક મિસાઈલો છે, જે તમામ સુરક્ષા પ્રણાલીને તોડવામાં સક્ષમ છે.

ઈઝરાયલ પણ પરમાણુ હથિયારોથી સજ્જ છે અને ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ પોતાના બચાવમાં કોઈ જ સંકોચ નહીં કરે. તાજેતરમાં જ તુર્કીએ સીરિયામાં ઈરાન સમર્થિત હિજબુલ્લાના દળો પર હુમલો કર્યો હતો.

ઈરાન હોરમુઝ સામુદ્રધુનીને અટકાવી શકે છે

દરમિયાન ઈરાને હોરમુઝ સામુદ્રધુની બંધ કરવાનો નિર્ણય કરી શકે છે. તે અગાઉ પણ અનેક વખત આ અંગેની ધમકી આપી ચુક્યા છે. હોરમુઝ સામુદ્રધુની એક મહત્વનો માર્ગ છે, જે મધ્ય-પૂર્વના ઓઈલ ઉત્પાદક દેશોને એશિયા, યુરોપ અને ઉત્તરી અમેરિકા તથા તેનાથી આગળ બજારોને જોડે છે. આ સંજોગોમાં કોઈ નુકસાન થશે તો યુરોપીયન દેશ એકજૂટ થઈ ઈરાન પર કાર્યવાહી કરી શકે છે. જો યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો સમગ્ર વિશ્વને તેનો સામનો કરવો પડશે.

ઈરાન

 • 8.2 કરોડની વસ્તીવાળા ઈરાનમાં આશરે પાંચ લાખ સૈનિક દેશની સુરક્ષામાં છે.
 • ઈરાનની સેના પાસે બેલિસ્ટીક મિસાઈલ, ટેન્ક, લડાકુ હેલિકોપ્ટર, ફાસ્ટ જેટ અને અનેક હથિયાર છે.
 • ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો તે ત્રણ બાજુથી પહાડોથી ઘેરાયેલો છે. એક બાજુ સમુદ્ર છે. દેશની વચ્ચે વિશાળ મરુસ્થળ છે. તેને લીધે અમેરિકાની સેના માટે જમીની સ્તર પર યુદ્ધ કરવું એક મોટો પડકાર છે.
 • પરમાણુ સમજૂતીથી ટ્રમ્પને અટકાવ્યા બાદ ઈરાન યુરેનિયમ ભંડારને લગતી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને સતત ઊર્જા ક્ષેત્રના સ્તરમાં વધારો કરી રહ્યું છે.

મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન પાસે સૌથી વધારે મિસાઈલઃ અહેવાલ

 • કેટલાક દિવસો અગાઉ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને એક અહેવાલમાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન પાસે સૌથી વધારે મિસાઈલ છે.
 • ઈરાન પાસે ક્લોઝ રેન્જ, ઓછા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતાવાળી, મધ્યમ અંતર સુધી પ્રકાર કરવાની ક્ષમતાવાળી તેમ જ લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતાવાળી બેલિસ્ટીક મિસાઈલ છે, જે 2000 કિમી સુધી નિશાન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.

જો આમ થાય છે તો અમેરિકા તેના યુદ્ધ જહાજ, બોમ્બ હુમલો કરતા વિમાનો અને ક્રુઝ મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે. આ અગાઉ પણ અનેક વખત આ પ્રકારની તે યોજના તૈયાર કરેલી છે. અમેરિકાના ડ્રોન હુમલાનો સામનો કરવા માટે ઈરાન એન્ટી-મિસાઈલ એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકે છે. ઈરાને અગાઉ ગત જૂન મહિનામાં આમ કર્યું હતું.

સાઈબર હુમલો પણ કરી શકાય છે

સાઈબર હુમલો પણ યુદ્ધની એક પ્રચલિત પદ્ધતિ છે. ઈરાન, અમેરિકા અને તેના સહયોગી તેનો ઉપયોગ કરી શકે છે. સ્ટક્સનેટ વાઈરસની સહાયતાથી ઈરાનની પરમાણુ સ્થળો પર હુમલો થઈ શકે છે. અગાઉ પણ સફળતાપૂર્વક આ વાયરસથી હુમલો કરવામાં આવ્યો હતો. તેનાથી કોમ્યુનિકેશન પ્રણાલી, રડાર, વીજળી નેટવર્ક તથા અન્ય મુખ્ય પાયાગત માળખાને ધ્વસ્ત કરી શકાય છે. વર્ષ 2008માં થયેલા સાઈબર હુમલામાં ઈરાનના 30000 હજાર કોમ્પ્યુટર્સને અસર થઈ હતી.

ઈરાક

 • ઈરાકની આજુબાજુ આશરે પાંચ હજાર સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.
 • આ તમામ અમેરિકી સૈનિક શિયા મિલિશિયા સંગઠનના નિશાન પર છે. આ સંગઠન ઈરાન તરફથી લડશે.
 • 2003માં ઈરાકમાં અમેરિકી હુમલા બાદ જનરલ સુલેમાનીએ આતંકવાદી સમૂહોને અમેરિકી સૈનિકો અને તેના સ્થળો પર હુમલો કરવા ઉસ્કેરવાનું શરૂ કર્યું હતું.
 • કુદ્સ દળ જેને સુલેમાનીએ આશરે બે દાયકા સુધી નિયંત્રિત કર્યું. પોતાના નેતાના મોતનો બદલો લેવા માટે યુદ્ધનો વિકલ્પ અપનાવી શકે છે

સીરિયા

 • રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ઈરાનની ખૂબ જ નજીક છે. વર્ષ 2011માં જ્યારે રશિયા સાથે ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બશર હારની નજીક હતા ત્યારે સુલેમાનીએ કુદ્સ ફોર્સનું સમર્થન કર્યું હતું.
 • જો યુદ્ધ થાય છે તો અસદ સીધા જ આ લડાઈમાં સામેલ ન થાય તેવી પણ સંભાવના રહેલી છે.
 • પરંતુ, અમેરિકાના સૈનિકો અને કુર્દો પર ઈરાન-સમર્થક આતંકવાદીઓ દ્વારા આ હુલમો કરવામાં આવી શકે છે તો પરોક્ષ રીતે ઈરાનને સમર્થન આપી શકે છે
 • ઈરાને તેનો ઘણોખરો સમય લશ્કરી માળખુ વિકસાવવા માટે પસાર કર્યો છે. ઈરાને મિસાઈલ બેઝ તૈયાર કર્યો છે.

ઈઝરાયલે અગાઉ કહ્યું હતું કે તેનો ઉપયોગ પોતાના ક્ષેત્ર સામે કરી શકે છે. જો તેહરાન અમેરિકના સહયોગી પર હુમલો કરવાનો નિર્ણય કરે છે તો સંભવતઃ ગોલન હાઈટ્સ પર પણ મિસાઈલ છોડવામાં આવી શકે છે. જોકે તેલ અવીવે આ અંગે ચેતવણી આપી છે. જો આ ક્ષેત્રમાં યુદ્ધ થાય છે તો રશિયાની સેના પણ તેમા સામેલ થઈ શકે છે. બીજીબાજુ તુર્કીની સેના અગાઉથી જ ઉત્તરમાં લડી રહી છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ પણ આ સ્થિતિનો ફાયદો લેવાનો પ્રયત્ન કરશે અને બન્ને પક્ષોને એક-બીજા સામે લડાવી શકે છે. આ રીતે તે પોતાનો ગુમાવેલો વિસ્તાર પાછો મેળવી શકે છે.

અમેરિકા

 • અમેરિકા પાસે મધ્ય પૂર્વ અને ફારસની ખાડીમાં મોટી સંખ્યામાં સેના ગોઠવવામાં આવેલી છે અને અનેક સૈન્ય છાવણી પણ છે.
 • દુબઈમાં સ્થિત F22 રેપ્ટર ફાઈટર બેઝ, ક્રુઝ મિસાઈલ-આર્મ્ડ ઓહિયો ક્લાસની સબમરીન, વિમાન વાહક તથા અમેરિકાના ખાસ સુરક્ષા દળ છે, જે હજુ પણ ઉત્તરી ઈરાક અને સીરિયામાં ગોઠવવામાં આવ્યા છે.
 • અમેરિકા B2 સ્ટેલ્થ વિમાનથી હુમલો કરી શકે છે. અમેરિકા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે છે.

રશિયા

 • બશર અલ-અસદના શાસનના સમર્થનમાં સીરિયામાં હજારો રશિયન સૈનિક અને લડાકુ વિમાન ગોઠવવામાં આવ્યા છે
 • તેમા ખાસ દળ અને S400 વિમાન વિરોધી મિસાઈલનો સમાવેશ થાય છે. તેમા વિશ્વની સૌથી અત્યાધુનિક મિસાઈલ પ્રણાલી પણ છે.
 • જો સંઘર્ષ વધશે તો રશિયા તેના સહયોગી અથવા ઈરાનનો બચાવ કરવા માટે મજબૂર બની શકે છે.
 • જો રશિયાના સૈનિકો મરશે તો તે પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે
 • રશિયા યુદ્ધમાં લાંબા અંતરની મિસાઈલો અને લાંબા અંતરના બોમ્બ મારો કરી શકે તેવા વિમાનો તથા ભૂમધ્ય સાગર ક્ષેત્રમાં રહેલા જહાજો અને સબમરીનનો ઉપયોગ કરી શકે છે.

ઈઝરાયલ
જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરે છે તો તેવા સંજોગોમાં તે જવાબ આપશે. તેની પાસે પરમાણુ હથિયારો અને એડવાન્સ્ડ ફાઈટર જેટ છે, જે સીરિયામાં ઈરાન અને ઈરાની દળો પર હુમલો કરવા સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝરાયલનું ખાસ સુરક્ષા દળ વિશ્વની સૌથી શક્તિશાળી લશ્કર પૈકી એક છે.

X
If Iran responds to attacks, third world war fears; Israel, Saudi Arabia and China will be affected
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી