તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICICI બેંકે 'ICICIStack' સર્વિસ લોન્ચ કરી, તેનાથી ઘરે બેઠા 500 બેંકિંગ સુવિધાઓ મળશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ICICI બેંકે નવી સર્વિસ 'ICICIStack'શરૂ કરી છે. આ સુવિધા શરૂ થયા બાદ હવે બેંકમાં ગયા વગર ઘરે અથવા ઓફિસેથી ડિજિટલ બેંકિંગ દ્વારા તમારા બેંક સાથે જોડાયેલા તમામ કામ કરી શકશો. બેંક નવા પ્લેટફોર્મ દ્વારા 500 જરૂરી બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી રહી છે. બેંકે એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ) પ્લેટફોર્મ-'ICICIStack' ને લોન્ચ કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ગ્રાહકોને ઘરે બેઠા સર્વિસ  પૂરી પાડવાનો જેથી તેઓનેકોરોનાવાઈરસથી સુરક્ષિત કરી શકાય. આ સર્વિસ, ઈન્ટકનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ પ્લેટફોર્મ પર તરત જ ઉપલબ્ધ છે. 

લોન સાથે જોડાયેલી સર્વિસઃ જેમ કે, ઇન્સ્ટન્ટ લોન, ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ, ઇન્સ્ટન્ટ હોમ લોન, ઇન્સ્ટન્ટ કાર લોન, ઇન્સ્ટન્ટ ઓવરડ્રાફટ, ઇન્સ્ટન્ટ બિઝનેસ લોન માટે અપ્લાય કરવાની ઘણી સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ રહેશે.

પેમેન્ટ સર્વિસઃ તમામ ડિજિટલ રીતે પૈસાનું ટ્રાન્ઝેક્શન, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

ઘરે બેઠા રોકાણ કરી શકાશેઃ FD ( ફિક્સ્ડ ડિપોઝિટ), RD (રિકરિંગ ડિપોઝિટ), SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ), PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ), NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) , મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, રિયલ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અપડેટની સુવિધા પણ મળશે.

ઈન્શ્યોરન્સ સાથે જોડાયેલી સર્વિસઃજીવન વીમા, હેલ્થ ઈન્શ્યોરન્સ, કાર ઈન્શ્યોરન્સ વગેરે ઓનલાઈન ખરીદી શકાય છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser