આઈસીસી રેન્કિંગ / કોહલીએ નંબર-1 ટેસ્ટ બેટ્સમેન તરીકે વર્ષ પૂર્ણ કર્યું, ટોપ-20માં ભારતના 5 ખેલાડી

કોહલીએ આ વર્ષે ત્રણે ફોર્મેટમાં કુલ 2455 રન બનાવ્યા(ફાઈલ)
કોહલીએ આ વર્ષે ત્રણે ફોર્મેટમાં કુલ 2455 રન બનાવ્યા(ફાઈલ)

  • ટોપ-20 ટેસ્ટ બેટ્સમેનમાં પુજાર, રહાણે, મયંક અગ્રવાલ અને રોહિત સામેલ
  • બોલરોના રેન્કિંગમાં પેટ કમિંસ ટોપ પર યથાવત, બુમરાહ છઠ્ઠા ક્રમે

Divyabhaskar.com

Dec 24, 2019, 05:56 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈસીસીના તાજેતરના ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર 1 બેટ્સમેન બન્યો છે. તેમણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિરાટના 928 પોઈન્ટ્સ છે. તે સ્મિથથી 17 અંક આગળ છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન 864 અંકની સાથે ત્રીજા નંબર પર છે. મંગળવારે જાહેર થયેલા આ રેન્કિંગમાં ટોપ દસમાં ત્રણ ભારતીય બેટ્સમેન છે. ચેતેશ્વર પુજારા ચોથા અને અજિંક્ય રહાણે એક ક્રમના નુકસાનની સાથે સાતમાં ક્રમે છે. મયંક અગ્રવાલ 12માં અને રોહિત શર્મા 15માં ક્રમે છે.

પાકિસ્તાનના બેટ્સમેન આઝમે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. તે છઠ્ઠા ક્રમે છે. તેને શ્રીલંકાની સામે કરાચી ટેસ્ટમાં સદી ફટકારવાથી ત્રણ ક્રમનો ફાયદો મળ્યો. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લબુશાન પાંચમાં ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર આઠમાં, ઈંગ્લેન્ડના જો રૂટ નવમાં અને ન્યુઝીલેન્ડના રોસ ટેલર દસમાં ક્રમે છે.

ટોપ-5 ટેસ્ટ બેટ્સમેન

બેટ્સમેન રેટિંગ અંક
વિરાટ કોહલી(ભારત) 928
સ્ટીવ સ્મિથ(ઓસ્ટ્રેલિયા) 911
કેન વિલિયમ્સન(ન્યુઝીલેન્ડ) 864
ચેતેશ્વર પુજારા(ભારત) 791
માર્નસ લબુશાને(ઓસ્ટ્રેલિયા) 786

બોલરોમાં શરૂઆતના 15 ક્રમમાં કોઈ ફેરફાર નથી

બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિંસ પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો કગિસા રબાડા અને ત્રીજા ક્રમે ન્યુઝીલેન્ડનો નીલ વેગ્નર છે. ટોપ 20 બોલરોમાં 5 ભારતીય છે. જસપ્રીત બુમરાહ છઠ્ઠા, રવિચંદ્રન અશ્વિન 11માં, મોહમ્મદ શમી 12માં, રવીન્દ્ર જાડેજા 17માં અને ઈશાંત શર્મા 18માં સ્થાને છે.
ટોપ-5 બોલર

બેટ્સમેન રેટિંગ અંક
પેટ કમિંસ(ઓસ્ટ્રેલિયા) 898
કગિસો રબાડા(દ.આફ્રિકા) 839
નીલ વેગ્નર(ન્યુઝીલેન્ડ) 834
જેસન હોલ્ડર(વિન્ડીઝ) 830
મિચેલ સ્ટાર્ક(ઓસ્ટ્રેલિયા) 806

ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા બીજા નંબર પર

ઓલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટઈન્ડિઝનો જેસન હોલ્ડર પ્રથમ ક્રમે અને ભારતનો રવિન્દ્ર જાડેજા બીજા નંબર પર છે. ઈંગલેન્ડનો બેન સ્ટોક્સ ત્રીજા અને અશ્વિન છઠ્ઠા ક્રમે છે.

ટોપ-5 ઓલરાઉન્ડર

ઓલરાઉન્ડર રેટિંગ અંક
જેસન હોલ્ડર(વિડીઝ) 473
રવિન્દ્ર જડેજા(ભારત) 406
બેન સ્ટોક્સ(ઈંગ્લેન્ડ )381
વર્નોન ફિલેંડર(દ.આફ્રિકા) 315
મિશેલ સ્ટાર્ક(ઓસ્ટ્રેલિયા) 312
X
કોહલીએ આ વર્ષે ત્રણે ફોર્મેટમાં કુલ 2455 રન બનાવ્યા(ફાઈલ)કોહલીએ આ વર્ષે ત્રણે ફોર્મેટમાં કુલ 2455 રન બનાવ્યા(ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી