• Home
  • Ajab Gajab
  • Interesting
  • "I don't want to be a millionaire, I want to mobilize people with love," said the 82 year old grandmother, who was selling Idli for Rs 1.

તમિલ નાડુ / 1 રૂપિયામાં ઈડલી વેચતા 82 વર્ષીય દાદીએ કહ્યું, 'મારે કરોડપતિ નથી બનવું, લોકોને પ્રેમથી જમાડવા છે'

  • 82 વર્ષીય કમલાથલ રોજ 200 રૂપિયાની કમાણી કરે છે
  • રોજ સવારે 5:30 વાગ્યે ઈડલી વેચવાનું શરુ કરી દે છે

Divyabhaskar.com

Sep 16, 2019, 11:13 AM IST

કોઇમ્બતુર: આજની તારીખમાં જોવા જઈએ તો 1 રૂપિયામાં તો કંઈ આવતું નથી, તેવામાં તમિલ નાડુમાં એક દાદીમા માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચે છે. 20 વર્ષથી કમલાથલ એક પણ રૂપિયો વધાર્યા વગર આજ ભાવમાં ગ્રાહકોને આપે છે. આનંદ મહિન્દ્રાની પોસ્ટને લીધે હાલ તેમને એલપીજી ગેસ કનેક્શન પણ મળી ગયું છે. હાલ સોશિયલ મીડિયામાં 82 વર્ષીય કમલાથલ છવાઈ ગયા છે.તેઓ કસ્ટમરને એક રૂપિયામાં એક ઈડલી, સાંભાર અને ચટણી આપે છે.

રોજના 200 રૂપિયા કમાય છે
આટલા ભાવમાં ઈડલી વેચવા વિશે કમલાથલે કહ્યું કે, હું છેલ્લાં 20 વર્ષથી 1 રૂપિયામાં ગ્રાહકોને ઈડલી ખવડાવું છું. આગળ મને ખબર નથી કે કેટલા વર્ષ સુધી આમ લોકોને ઈડલી વેચતી રહીશ. હું એકલી રહું છું. હું રોજના 200 રૂપિયા કમાઈ લઉં છું. વધારે પૈસા કમાવવાના હેતુથી મેં ક્યારેય ઈડલી વેચી નથી. જો માટે કરોડપતિ બનવું હોત, તો આટલા વર્ષોમાં ઈડલીનો ભાવ વધારીને હું ક્યારની બની ગઈ હોત. પણ મારે મારુ ગુજરાન ચાલે તેટલા રૂપિયા જ કમાવવા છે. આ દાદીમા રોજ સવારે સાડા પાંચ વાગ્યાથી બપોર સુધી કામ કરે છે.

આનંદ મહિન્દ્રાની પોસ્ટને લીધે દાદીમા લોકોના ધ્યાનમાં આવ્યાં
વધુમાં તેમણે કહ્યું કે, લોકોને પ્રેમથી ઈડલી ખવડાવીને હું ખુશ થવું છું. 82 વર્ષીય દાદીમાની સ્ટોરી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાના ધ્યાનમાં આવી હતી અને તેમની એક પોસ્ટને લીધે હાલ કમલાથલને એલપીજી સ્ટવ પણ મળી ગયો છે. આટલી ઉંમરે પણ દાદીમાનું કામ જોઈને સૌ કોઈ વખાણ કરી રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી