ભાસ્કર 360° / હૈદરાબાદ દુષ્કર્મ ઘટના બાદ વિગતો બહાર આવીઃકોર્ટમાં 10-10 વર્ષ સુનાવણી, ફક્ત 30 ટકા કેસમાં વર્ષની અંદર ચુકાદો આવ્યો

તેલંગાણા અને ઉન્નાવ દુષ્કર્મને લઈ સમગ્ર દેશમાં પ્રદર્શન થયું
તેલંગાણા અને ઉન્નાવ દુષ્કર્મને લઈ સમગ્ર દેશમાં પ્રદર્શન થયું

  • 2 વર્ષમાં 67 દુષ્કર્મીઓને ફાંસીની સજાના ચુકાદા અપાયા, પણ ફાંસીના માંચડા સુધી નથી પહોંચ્યા
  • એન્યુઅલ સ્ટેટીક્સ 2018 પ્રમાણે- મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 66-66 એવા કેદી છે કે જેમને ફાંસી આપવામાં આવી નથી

Divyabhaskar.com

Dec 08, 2019, 12:23 PM IST

નવી દિલ્હીઃ 14મી ઓગસ્ટ, 2004, શનિવારનો દિવસ. આ એ દિવસ હતો કે જ્યારે દુષ્કર્મ અને હત્યા સંબંધિત દોષી ધનંજય ચેટર્જીને પશ્ચિમ બંગાળની અલીપોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ધનંજય છેલ્લો એવો દોષી વ્યક્તિ છે કે જેને દુષ્કર્મ-હત્યાના કેસમાં ફાંસી થઈ હતી. ત્યારબાદ આજ દિવસ સુધી 15 વર્ષમાં કોઈ જ દુષ્કર્મીને ફાંસી આપવામાં આવી નથી. અલબત આ પ્રકારની ઘટનાઓમાં ફાંસીની સજાનો ચુકાદો આપવામાં આવે છે. ત્યારબાદ પણ લાંબી કાયદાકીય પ્રક્રિયાનો લાભ લઈ અપરાધીઓ ફાંસીના માંચડાથી બચતા રહે છે.

દેશમાં 426 કેદી એવા છે કે જે ફાંસીની સજા મેળવી ચુક્યા છે, પરંતુ ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં આવ્યા નથી. તેમા મોટી સંખ્યામાં દુષ્કર્મ-હત્યાના દોષી પણ છે. નેશનલ લો યુનિવર્સિટીના અહેવાલઃ ધ ડેથ પેનલ્ટી ઈન ઈન્ડિયા, એન્યુઅલ સ્ટેટીક્સ-2018 પ્રમાણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 66-66 એવા કેદી છે, જેમને ફાંસી આપવામાં આવી છે. કેસને ઝડપથી ઉકેલવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ બનાવવામાં આવી હતી, પરંતુ આ કોર્ટ સ્લો સાબિત થઈ રહી છે. બિહાર, તેલાંગાના, ઉત્તરપ્રદેશ અને કેરલમાં આ કોર્ટની ન્યાયની રફતાર ખૂબ જ ધીમી છે.


સમગ્ર દેશની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં આપવામાં આવેલા ચુકાદા પૈકી ફક્ત 30 ટકા જ એવા કેસ હતા, જે એક વર્ષની અંદ ઉકેલવામાં આવ્યા. 30 ટકા કેસ એકથી ત્રણ વર્ષની અંદર, જ્યારે બાકીના 40 ટકા કેસ ત્રણ વર્ષથી ઉપર સમય લીધો હતો. નીચલી અદાલતોનું પ્રદર્શન વધારે સારું છે. નીચલી અદાલતોએ 47 ટકા કેસ એક વર્ષની અંત ઉકેલી લીધા હતા. દેશમાં ન્યાયની ઝડપ ધીમી હોવા ઉપરાંત રેકોર્ડ સંખ્યામાં ફાંસીની સજાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ દોષીને ફાંસીના માંચડા સુધી પહોંચાડી શકાયા નથી. વારંવાર અપીલ અને સુનાવણીમાં લાગતો સમય એટલો લંબાઇ જાય છે કે પીડિત પક્ષ ન્યાય મળ્યા બાદ પણ તેનો અહેસાસ કરી શકતા નથી. ભાસ્કર 360 માં આજે વાંચો શાં માટે સાબિત થઈ રહી છે આપણી ફાસ્ટ ટ્રેક કોર્ટ ધીમી.

ચોંકાવનાર આંકડાઃ

  • 6 લાખ કરતાં વધારે પેન્ડિંગ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સમાં
  • લોકસભામાં આપવામાં આવેલા જવાબ પ્રમાણે દેશભરમાં 581 ફાસ્ટ ટ્રેક કોટ છે. સ્થિતિ 31મી માર્ચ,2019 સુધી
  • 426 કેદી એવા, જેને ફાંસી આપવામાં આપવાની છે.
  • વર્ષ 2018માં 162 દોષીને ટ્રાયલ કોર્ટે ફાંસીનો ચુકાદો આપ્યો હતો. 2000 બાદ અત્યાર સુધી આ સંખ્યા સૌથી મોટી છે.
  • 24 આરોપીને વર્ષ 2016 માં રેપ-મર્ડર માટે સજા સંભળાવવામાં આવી હતી
  • 43 આરોપી એવા છે કે જેમને વર્ષ 2017માં રેપ-મર્ડર માટે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. એટલે કે અગાઉની તુલનામાં 19 ટકા વધારે છે.

સુપ્રીમ કોર્ટનું વલણ

વર્ષ 2018માં ટ્રાયલ કોર્ટે દોષીઓ પ્રત્યે આકરું વલણ અપનાવ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા પર12 કેસમાં સુનાવણી થઈ હતી. જે પૈકી 11 કેસમાં ફાંસીની સજા જન્મટીમમાં બદલવામાં આવી હતી.

નિર્ભયા બાદ રેપના 4 લાખ કેસ

વર્ષ 2012ના નિર્ભયા કેસ બાદ દુષ્કર્મના 4 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. બીજીબાજુ 15 વર્ષમાં દુષ્કર્મ આચરનાર એક પણ દોષીને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં આવ્યો નથી.ફાસ્ટ ટ્રેક કોર્ટ, આ કોર્ટને ઝડપી ન્યાય અપાવવા માટે રચવામાં આવી છે. તેમ છતાં તે સ્લો સાબિત થઈ છે. ચુકાદામાં દસ-દસ વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે. બિહાર, તેલંગાણા જેવા રાજ્યોનો સૌથી ખરાબ રેકોર્ડ છે. બિહારમાં 37 ટકા કેસ એવા રહ્યા છે કે જેમાં દસ વર્ષ કરતા વધારે સમય લાગ્યો છે. તેલંગાણામાં 12 ટકા કેસ એવા છે જેમાં દસ વર્ષનો સમય લાગ્યો છે.નીચલી કોર્ટનો કેસને લઈ દેખાવ સારો રહ્યો છે. નીચલી કોર્ટે 47 ટકા કેસ એક વર્ષની અંદર જ ઉકેલ્યા છે.

X
તેલંગાણા અને ઉન્નાવ દુષ્કર્મને લઈ સમગ્ર દેશમાં પ્રદર્શન થયુંતેલંગાણા અને ઉન્નાવ દુષ્કર્મને લઈ સમગ્ર દેશમાં પ્રદર્શન થયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી