તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • Husband's Illegitimate Son Was Pushing The New Mother Like A Particle, Took Her To The Canal Under The Pretext Of Bathing And Pushed Her To Death.

કોહવાયેલી લાશ મળી તપાસનો ધમધમાટ:પતિનો અાંગનિયાત પુત્ર નવી માતાને કણાની જેમ ખૂંચતો હતો, ન્હાવાના બહાને કેનાલે લઇ જઇ ધક્કો મારી દીધો

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
3 દિવસ શોધખોળ બાદ સાયફન કેનાલમાંથી બાળકની લાશ મળી.

ખોડ ગામના ડ્રાઇવરના દિકરો ગુમ થયાનો મામલે પંથકમાં ચકચાર મચાવી રહ્યો છે. ત્યારે 12 દિવસ બાદ આ ઘટનામાં સાવકી માતાના નાટકનો અંત આવ્યો હતો. પોલીસ સહિતના તંત્રને ત્રણ દિવસની મહેનત બાદ નર્મદા કેનાલ નજીક આવેલા સાયફન કેનાલમાંથી રવિવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે લાશને કબજે કરી પીએમ માટે મોકલી આપી હતી. ત્યારે ફરજ પરના અશ્વિનભાઈ આદ્રોજાએ 12 દિવસ બાદ મળેલી કોહવાયેલી લાશનું પીએમ કરવું મુશ્કેલ હોઇ રાજકોટ મેડિકલ કોલેજ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યું હતું.

બીજી તરફ બાળકના પિતા જયેશભાઈ આઇશર લઇને મોરબી ગયા હતા. ત્યારબાદ બાળકને મારવાનો પ્લાન સવાકી માતા ભાવિષાબેને તા. 6-10ના રોજ પ્લાન બનાવ્યો હોવાનુ ખૂલયું હતુ.નવડાવવા માટે લઇ ગયા બાદ બાળકને કેનાલમાં ધક્કો મારી સાવકી માતા વિનુભાઈની વાડીએ ગઇ હતી. હળવદ પીઆઇ પી.એ.દેકાવડીયાએ જણાવ્યું કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ બાળકને માર મારીને માર્યો છે કે પાણીમાં ડૂબવાથી મોત થયું છે. ત્યારબાદ સાવકીમાતા સામે ગુના નોધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

સંતની શીખ: આવેગ ટાળો, સંબંધને સાચવી રાખો
વર્તમાન સમયે પરિવારો વિખેરાઇ રહયા છે. સંયુકત કુટુંબની તો જાણે ભાવના જ મરી પરવારી છે. જો આમને આમ ચાલ્યુ તો એ સમય દૂર નહી રહ્યો કે આપણામાંથી કુંટુંબ,પરિવારની લાગણી, હુંફ બધુ જ ખલાસ થઇ જશે. ભાઇ સગા ભાઇને, પુત્ર પીતાની કે પત્ની પોતાના પતિની પણ હત્યા કરતા ખચકાતી નથી. આવા બનાવો પાછળ માત્ર ક્ષણીક આવેગ જ હોય છે.જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે ક્રોધને જીતવો કે વશ કરવો પણ બહુ જરૂરી હોય છે. ગુસ્સો આવે ત્યારે એકાંત જગ્યામાં જતા રહેવુ જોઇએ અને ભગવાનનું સ્મરણ કરવુ જોઇએ. > મહંત કૃષ્ણવલ્લભસ્વામી, (જવાહરચોક સ્વામિનારાયણ મંદિર).

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો