પાલનપુર / ઘરકંકાસને લઈ પતિની શિક્ષિકા પત્નીનું ગળું દબાવી મારી નાખવાની કોશિશ

husband try to kill wife in palanpur

  • લોખંડની પાઇપ  વડે ઘરની તમામ બારીઓના કાચ તોડી નાખ્યા 
  • 12 વર્ષ અગાઉ પણ બન્ને પતિ-પત્નિ વચ્ચે અણબનાવ બનતા ફરિયાદ નોંધાઇ હતી 

Divyabhaskar.com

Dec 12, 2019, 08:31 AM IST
પાલનપુરઃ પાલનપુરના તિરૂપતિ રાજનગર વિસ્તારમાં રહેતા શિક્ષિકા બહેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ ગળું દબાવી મારી નાખવાની કોશિષ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાના 28 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.
પાલનપુરના તિરૂપતિ રાજનગર વિસ્તારમાં રહેતા છાયાબેન અને તેમના પતિ મુકેશભાઇ પટેલ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી પારિપારિક ખટરાગ ચાલતા સંબંધો વણસ્યા હતા. દરમિયાન સોમવારે સાંજે શિક્ષિકા છાયાબેન ઘરે હતા. તે વખતે પતિ મુકેશભાઇ પટેલ સ્વીફ્ટ ગાડીમાં ઘરે આવી ઘરની આગળની રસોડાની બારીનો કાચ તોડી પત્નિ છાયાબેનનું ગળું દબાવવાની કોશિષ કરી હતી.
પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પતિના હાથમાં લોખંડની પાઇપ હતી અને ઘરની તમામ બારીઓના કાચ તોડી નાખ્યા હતા. પતિએ હગામો કરતાં આજુબાજુના સોસાયટીના લોકોએ આવી પતિને સમજાવી રવાના કર્યા હતા. જે અંગે જાણવા જોગ અરજી પોલીસ મથકે આપી હતી. બાદમાં મંગળવારે દોઢ વાગે રિક્ષામાં પતિ મુકેશભાઇ પટેલ ઘરે આવીને છાયાબેનને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ અગાઉ પણ બન્ને પતિ-પત્નિ વચ્ચે અણબનાવ બનતાં પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને સમાધાન થતાં કોર્ટમાંથી કેસ પાછો ખેંચાયો હતો.
X
husband try to kill wife in palanpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી