તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પત્ની અને 4 સંતાનોને રઝળતા મૂકી પતિ વિધવા સાથે રહેવા જતો રહ્યો, ઊંઝા પોલીસે ફરિયાદ ન લેતાં એસપીને રજૂઆત કરાઇ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન જીવનના 20 વર્ષ બાદ પતિને વિધવા સાથે પ્રેમ થયો

પતિને વિધવા સાથે પ્રેમ થઇ જતાં 20 વર્ષનું લગ્ન જીવન તોડી તેની સાથે રહેવા જતાં પત્નીએ પોલીસનું શરણું લીધું છે. પતિની ગેરહાજરીમાં ચાર સંતાનોની જવાબદારી નિભાવવી અશક્ય જણાતાં મહિલાએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ આપવા છતાં ન લેતાં મહિલાએ ગુરુવારે એસપી કચેરીમાં કંટ્રોલ ઇન્ચાર્જને લેખિત રજૂઆત આપી હતી.ઊંઝાના શખ્સને વિધવા મહિલા સાથે આંખ મળતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને 7 મહિના અગાઉ તે પત્ની અને ચાર સંતાનોને મૂકીને ડીસા તરફ રહેવા જતો રહ્યો હતો.

સંતાનો સાથે ભાઇના ઘરે રહેતી મહિલાએ પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી, જે હાલ કોર્ટમાં ચાલવા પર છે. ત્યારે મહિલાએ પતિને પરત લાવવા સમાજના માધ્યમથી પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિએ સાથે રહેવાનો ઇન્કાર કરતાં આખરે તેણીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં પતિ સામે લગ્નબાહ્ય સંબધો સહિતના મુદ્દે ફરિયાદ આપી હતી. જોકે, અનેક ધક્કા ખાવા છતાં ફરિયાદ ન લેવાતાં ગુરુવારે મહિલા મહેસાણા એસપી કચેરી પહોંચી કંટ્રોલ ઇન્ચાર્જને મળી મૌખિત અને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમણે ઊંઝા પોલીસને ફોન કરી ઘટતું કરવા આપી હતી. આર્થિક ભીડ અને સંતાનોની જવાબદારી બાબતે બોલતાં જ મહિલા રડી પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો