જૂનાગઢ / વિસાવદરનાં લીમધ્રા ગામે સામાન્ય ઝઘડામાં પતિએ કરી પત્નીની હત્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • બન્ને ખેતરે કામ કરતા હતાં ત્યારે છરી અને લાકડીનો ખીપો માર્યો હતો

Divyabhaskar.com

Oct 07, 2019, 10:11 AM IST

જૂનાગઢ:વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે રહેતા હેતલબેન અને પ્રકાશ ભીખા પાચાણીનાં 10 વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા. પરંતુ લગ્ન જીવનમાં અવારનવાર નાની નાની વાતને લઇને ઝઘડા થતા હતા અને શનિવારે બન્ને પતિ-પત્ની લીમધ્રા ગામે ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન બન્ને વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેમાં પતિ પ્રકાશે ઉશ્કેરાઇ જઇ હેતલબેનને ગળામાં છરી અને લાકડાનો ખીપો ઘુસાડી દઇ મોત નિપજાવ્યું હતું. બાદમાં તેના ભાઇને ફોન કરી બોલાવ્યા હતા અને મૃતદેહને પીએમ માટે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પત્ની પાણી ભરવા ગઇને મોતને ઘાટ ઉતારી
પત્ની હેલતબેન વારંવાર શંકા કુશંકા કરી ઝઘડો કરતી હોય અને રવિવારે બપોરના બન્ને ખેતરમાં કામ કરતા હતાં. ત્યારે બોલાચાલી થઇ હતી. બાદમાં હેતલબેન પાણી ભરવા બાજુના વોકળામાં જતા પતિ પ્રકાશ તેની પાછળ જઇ આવેશમાં આવી જઇ ગળાનાં ભાગે ચાકુ વડે ઘા કરી બાદમાં હેતલબેન નીચે પડી જતા બાજુમાં પડેલ લાકડુ તેના ગળામાં ખુંપી દીધું હતું. બાદમાં પોતાના ભાઇને ફોન કરી બોલાવી હેતલબેન પડી જવાથી લાકડુ ખુંપી જવાથી ગળામાં ઇજા થઇ હોવાની હકીકત જણાવી હતી. સમગ્ર મામલે હેતનબેનના પિતા બાબુભાઇ લલાભાઇ ટંડેલે જમાઇ પ્રકાશ ભીખા પાચાણી વિરૂધ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીઆઇ કે.કે.ઝાલા ચલાવી રહ્યા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી