તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:ઓનલાઇન ભણવા પુત્રને ફોન દેવાનું કહેતા પતિએ ધોકો માર્યો, નાનામવા પાસે દેવનગરમાં બનેલો બનાવ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના નાનામવા રોડ પર આવેલા દેવનગર-2માં રહેતી મનીષા સોલંકી નામની પરિણીતાએ પતિ ઘનશ્યામ અને સસરા અમરશીભાઇ વેલજીભાઇ સોલંકી સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં એક પુત્ર નિખીલ છે. મહામારીને કારણે પુત્રની શાળા બંધ હોય તેમને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે.

દરમિયાન ગત તા.7ના રોજ પુત્ર નિખીલને મોબાઇલ આપવા માટે પતિ ઘનશ્યામને કહ્યું હતું, પરંતુ પતિએ પુત્રને મોબાઇલ નહીં આપતા બોલાચાલી કરી સસરા અમરશીભાઇને બોલાવ્યા હતા. બાદમાં સસરાની હાજરીમાં પતિ ઘનશ્યામ ઉશ્કેરાય જઇ કપડાં ધોવાનો પ્લાસ્ટિકનો ધોકો માથામાં ફટકારતા ઇજા થઇ હતી. જેને કારણે સારવાર લેવી પડી હતી. બાદમાં ધ્રાંગ્રધ્રા પિયર જતી રહી હતી. પિયરથી પરત રાજકોટ આવતા ઘરે તાળું લટકતું હોય પતિને ફોન કરતા તેને સાથે રાખવાની સ્પષ્ટ ના પાડી ફોન કટ કરી નાખ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો