ઓપરેશન માનવ તસ્કરી / સુરતમાં કડકડતી ઠંડીમાં 4 વાગ્યે 60 પોલીસ સહિત 80 લોકોએ રેકેટનો પર્દાફાશ કર્યો

સીતાનગર સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી
સીતાનગર સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી

 • પુણા પોલીસનો 60 લોકોનો સ્ટાફ સીતારામ સોસા. રેડમાં જોડાયો હતો
 • રાજસ્થાન પોલીસ અને ત્રણ સંસ્થાએ પોલીસ સાથે 10 દિવસ રેકી કરી હતી

Divyabhaskar.com

Dec 30, 2019, 09:45 AM IST

સુરતઃ પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે કડકડતી ઠંડીમાં રેડ કરી બાળમજૂરી માટે તસ્કરી કરી લવાયેલા 134 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા છે. આ બાળકોને છોડાવવામાં રાજસ્થાન પોલીસ અને રાજસ્થાનની ત્રણ સંસ્થાઓ કામ કરી રહી હતી. જેની સાથે ગુજરાત પોલીસ પણ જોડાયેલી હતી. જે પૈકી પુણા પોલીસ સ્ટેશનના 60 જવાનો પણ જોડાયા હતા. સાથે સાથે રાજસ્થાન પોલીસ, રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન સંસ્થા તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થાના 18 લોકોની ટીમ કામ કરી રહી હતી. જ્યારે એક સુરત સીઆઈડી ક્રાઈમમાંથી પણ અધિકારી જોડાયેલા હતા.

10 દિવસ સુધી રેકી કરી પોલીસને સાથે રાખી તમામ પુરાવા ભેગા કર્યા

રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સના જણાવ્યા પ્રમાણે, સુરતની પુણા વિસ્તારની સીતારામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવા માટે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરના ગામડાઓમાંથી બાળકોની તસ્કરી થતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજસ્થાન પોલીસ, રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થા દ્વારા 10 દિવસ સુધી રેકી કરી પોલીસને સાથે રાખી તમામ પુરાવા ભેગા કર્યા હતા.

4 લોકોની 13 ટીમ બનાવી ક્યું ઘર ખખડાવું તે પણ નક્કી હતું

પુણા પોલીસ સ્ટેશનના ના પી.આઈ વી યુ ગરાડીયા જણાવ્યું હતું કે, અમે ખૂબ માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને ક્યું ઘર ખખડાવું તે પણ નક્કી હતું. 4-4 જણાની 13 ટીમ બનાવાઈ હતી. પ્રત્યેક ટીમમાં જવાનો, તેની સાથે ત્રણેય સંસ્થાની ટીમ, મહિલા પોલીસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કાઉન્સીલરોને સાથે રાખીને કાઉન્સેલિંગ કરી અને પ્રેમથી લઈ આવ્યા છે.

ઓપરેશન માનવ તસ્કરીનો ઘટનાક્રમ

 • માનવ તસ્કરીને લઈને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ ઘણી ફરિયાદો મળી હતી
 • 10 દિવસ પહેલાં માનવ તસ્કરીને લઈને રાજસ્થાન પોલીસ રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થાના 18 લોકો સુરત આવ્યા
 • રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સને મળેલી ફરિયાદ આધારે પુણા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી
 • વોચની સાથે ગુજરાત પોલીસ દ્વારા પુણા પોલીસને જાણ કરવામાં આવી
 • રાજસ્થાનની ત્રણેય સંસ્થાઓ સાથે પુણા પોલીસના 60 જવાનો જોડાયા
 • છેલ્લા 10 દિવસથી રેકી કરી તમામ પુરાવો એકત્ર કરવામાં આવ્યા
 • રાત્રે ત્રણેય સંસ્થા, પોલીસ જવાનો દ્વારા એક આખો પ્લાન બનાવવામાં આવ્યો
 • પ્લાન પ્રમાણે 4 લોકોની ટીમ 13 ટીમ બનાવી વહેલી સવારે જ રેડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું
 • પ્લાન પ્રમાણે સીતારામ સોસાયટી-1,2,3 અને આજુબાજુની સોસાયટીમાં 80 લોકોએ એક સાથે રેડ કરી
 • રેડ દરમિયાન અધિકારીઓ અને પોલીસ જવાનોએ બાળકોને છોડાવી એક જગ્યાએ એકત્ર કર્યા
 • હાલ તમામ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે
 • તમામ બાળકોની માહિતી એકત્ર કરી ક્યાંથી અને ક્યારે લાવવામાં આવ્યા હતા તે અંગે તપાસ ચાલી રહી છે

(પુણા પોલીસ સ્ટેશન પીઆઈ વી યુ ગરાડીયાના જણાવ્યા પ્રમાણે)

X
સીતાનગર સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતીસીતાનગર સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી