અપકમિંગ / કુલ 7 કેમેરા ધરાવતો હુવાવેનો ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોન માર્ચ 2020માં લોન્ચ થશે

ફોટો ક્રેડિટ: 9TechEleven
ફોટો ક્રેડિટ: 9TechEleven

  • ‘હુવાવે P40 પ્રો સ્માર્ટફોનમાં 5 રિઅર કેમેરા અને 2 ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે
  • ‘હુવાવે P40’ સિરીઝમાં કંપનીની ‘હાર્મોની’ ઓપરેટિંગ સિસ્ટમ મળશે

Divyabhaskar.com

Dec 31, 2019, 12:22 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની હુવાવે માર્ચ 2020માં ‘હુવાવે P40’ સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં ‘હુવાવે P40’ અને ‘હુવાવે P40 પ્રો’ મળીને કુલ 2 સ્માર્ટફોન સામેલ છે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝ્મોચાઈનાના રિપોર્ટ અનુસાર ‘હુવાવે P40 પ્રો’માં કુલ 7 કેમેરા આપવામાં આવશે. તેમાંથી 5 રિઅર કેમેરા અને 2 ફ્રન્ટ કેમેરા મળશે.

આ રિપોર્ટ અનુસાર ફોનનાં પાંચ રિઅર કેમેરા સેટઅપમાં વાઈડ એંગલ લેન્સ, TOF (ટાઈમ ઓફ ફ્લાઈટ) કેમેરા લેન્સ, 10X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ પેરિસ્કોપ લેન્સ, 9X ઓપ્ટિકલ ઝૂમ ટેલિફોટો લેન્સ અથવા અલ્ટ્રા વાઈડ કેમેરા લેન્સ આપવામાં આવી શકે છે.

‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોનમાં 6.5 અને 6.7 ઇંચના 2 સ્ક્રીન સાઈઝ ઓપ્શન મળી શકે છે. ફોનની બેક પેનલમાં ચોરસ આકારનો કેમેરા સેટઅપ મળશે. હુવાવેના કન્ઝ્યુમર બિઝનેસ હેડ રિચર્ડ યૂના જણાવ્યા અનુસાર, P40 સિરીઝનાં સ્માર્ટફોનમાં ગૂગલ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને બદલે ‘હાર્મોની’ ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

કંપનીએ કિરીન પ્રોસેસર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને રોબોટિક્સ પર બેઝ્ડ કંપનીઓને પોતાની હાર્મોની ઓપરેટિંગ સિસ્ટમ વેચવાનું શરૂ કર્યું છે.

X
ફોટો ક્રેડિટ: 9TechElevenફોટો ક્રેડિટ: 9TechEleven
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી