• Home
  • Business
  • Huawei and ZTE's equipment a threat to national security, China could use it for espionage

અમેરિકાના ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું / હુવાવે અને ZTEના ઈક્વિપમેન્ટ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાજનક, ચીન તેનો ઉપયોગ જાસૂસી માટે કરી શકે છે

Huawei and ZTE's equipment a threat to national security, China could use it for espionage
X
Huawei and ZTE's equipment a threat to national security, China could use it for espionage

  • ઘણી નાની અમેરિકાની કંપનીઓ તેના સસ્તા નેટવર્ક ઈક્વિપમેન્ટ પર નિર્ભર છે
  • એજન્સી ત્રણ ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:40 PM IST

ન્યૂયોર્ક. અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન્સ કમીશન(FCC)એ ચીનની કંપની હુવાવે અને ZTE કોર્પોરેશનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોવાની વાત કરી છે. FCCએ જણાવ્યું કે આ પગલું ચીનની કંપનીઓને અમેરિકાના બજારમાંથી બહાર કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. ઘણી નાની કંપનીઓ સરકાર પાસેથી સબસિડી લઈને આ કંપનીઓ પાસેથી સસ્તા નેટવર્ક ઈક્વિપમેન્ટ ખરીદતી હતી પરંતુ તે હવે આવું કરી શકશે નહિ. FCCનું કહેવું છે કે હુવાવે અને ZTE બંને કંપનીઓને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનના સૈન્ય હથિયાર સમુહ સાથે ગાઢ સંબંધ છે.

હુવાવેના ઈક્વિપમેન્ટને જાસૂસી માટે ઉપયોગ કરી શકે છે ચીન

  • એફસીસીના અધ્યક્ષ અજીત પાઈએ ટ્વિટર પર કહ્યું અમેરિકાની સરકાર અને તે ખાસ કરીને FCC, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકાના કોમ્યુનિકેશન નેટવર્કની નબળાઈઓનો ફાયદો ઉઠાવવાની પરવાનગી આપી શકે નહિ.
  • તેમણે ટ્વિટર પર એક લેટર પણ શેર કર્યો છે જેમાં સબૂતોના આધારે બ્યુરોએ હુવાવે અને ZTEને અમેરિકાના કમ્યુનિકેશન નેટવર્ક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે FCCના 8.3 બિલિયન ડોલરના વાર્ષિક યુનિવર્સલ સર્વિસ ફન્ડનો ઉપયોગ આ સપ્લાયર્સ પાસેથી ઈક્વિપમેન્ટ કે સર્વિસ ખરીદવા માટે ન કરી શકાય. આ ફન્ડ સબસિડીનું એક કલેકશન છે, જેના દ્વારા અમેરિકાની સરકાર ટેલિકોમ સર્વિસ સુધી વ્યાપ વધારી શકે છે. અમેરિકાનું કહેવું છે કે હુવાવેના ઈક્વિપમેન્ટને ચીન જાસૂસી કરવા માટે ઉપયોગ કરી શકે છે.

ત્રણ ચીનની ટેલિકોમ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી શકે FCC

  • વોશિંગ્ટન અને બીજિંગની વચ્ચે તણાવ વધવાની સાથે-સાથે FCCએ કોરોનાવાઈરસ અને સુરક્ષાન્ા મુદ્દા પર ચીની કંપનીઓની ઝડપથી તપાસ શરૂ કરી છે. એજન્સી ત્રણ ટેલિફોન કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ગત વર્ષે અમેરિકાના બજારમાં એન્ટ્રીને લઈને ચીન મોબાઈલ લિમિટેડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

ઈક્વિપમેન્ટ્સ બદલવાનો સરેરાશ ખર્ચ 45 બિલિયન ડોલર સુધી આવશે

  • FCCએ જણાવ્યું કે લગભગ ત્રણ ડઝન કે ચાર ડઝન ગ્રામીણ કંપનીઓ સરકાર પાસેથી સબસિડી લે છે અને હુવાવે કે ZTEના ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે ઈક્વિપમેન્ટ્સને બદલવા માટે એક ફર્મને સરેરાશ ખર્ચ 40 મિલિયન ડોલરથી 45 મિલિયન ડોલર સુધીનો આવી શકે છે.

FCCએ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ માટે 2 બિલિયન ડોલરનો ખર્ચ હોવાની માહિતી આપી

  • FCCના કમીશનર જેફ્રી સ્ટાકર્સે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે અવિશ્વસનીય ઈક્વિપમેન્ટ ઘણી જગ્યાઓ પર લાગેલા છે અને FCCને રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.
  • પાઈએ 24 જૂને કોંગ્રેસેને સંપૂર્ણ રિપ-એન્ડ-રિપ્લેસ પ્રોગ્રામના રૂપમાં 2 બિલિયન ડોલરનો ખર્ચ હોવોનું જણાવ્યું હતું. FCCએ કહ્યું કે અમારે પૈસાની જરૂરિયાત છે, જેથી આ કાર્યક્રમને લાગુ કરવા માટે ઝડપથી કામ કરી શકીએ. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી