આક્ષેપ / રીતિકની બહેને કહ્યું, મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હોવાથી પિતા રાકેશ રોશને મને તમાચો માર્યો હતો

Hrithik's sister said,
પ્રેમી રુહેલ સાથે સુનૈના
પ્રેમી રુહેલ સાથે સુનૈના
X
Hrithik's sister said,
પ્રેમી રુહેલ સાથે સુનૈનાપ્રેમી રુહેલ સાથે સુનૈના

Divyabhaskar.com

Jun 20, 2019, 11:55 AM IST

મુંબઈઃ છેલ્લાં થોડાં સમયથી સુનૈનાને કારણે રોશન પરિવાર ચર્ચામાં છે. સુનૈનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના માતા-પિતાની દખલગીરી તેને સહેજ પણ પસંદ નથી. પછી સુનૈનાએ કંગનાને સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ કંગનાની બહેને ખુલાસો કર્યો હતો કે સુનૈના એક મુસ્લિમ યુવકના પ્રેમમાં છે અને તેના પેરેન્ટ્સ તથા ભાઈ રીતિકને આ પસંદ નથી. સુનૈનાએ હાલમાં એક અંગ્રેજી વેબપોર્ટલ સાથેની વાતચીતમાં ઘણાં જ ખુલાસાઓ કર્યાં હતાં. તેમાં તેણે મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

સુનૈનાએ પરિવાર પર આરોપો મૂક્યા

1. નર્ક જેવું જીવન

સુનૈનાએ કહ્યું હતું, 'નર્ક જેવું જીવન જીવી રહી છું. મેં રંગોલીની ટ્વીટ વાંચી અને મને તેનાથી કોઈ ફેર પડતો નથી કારણ કે આ સાચી વાત છે. હું ઈચ્છતી હતી કે સચ્ચાઈ બહાર આવે. મેં હમેંશા સત્યનો સાથ આપ્યો છે અને હંમેશા આપતી રહીશ. હું આજે કંગના તથા રંગોલીને પણ મળવાની છું. તેઓ મને ન્યાય મળે તે માટે પ્રયાસ કરશે. મને ખ્યાલ છે કે આ વાત મારી વિરૂદ્ધમાં જશે પરંતુ હવે મને તેની પરવા નથી.'

2. કેવી રીતે પ્રેમી સાથે મુલાકાત થઈ?

'ગયા વર્ષે હું મુસ્લિમ યુવકને મળી હતી અને તેના પ્રેમમાં પડી હતી. મારા પિતાએ મને તમાચો માર્યો હતો અને કહ્યું હતું કે તું જે યુવકના પ્રેમમાં છે, તે આતંકી છે પરંતુ રુહેલ નથી. જો તે આતંકી હોત તો આ રીતે ખુલ્લેઆમ ફરી શકત ખરા? મીડિયામાં કામ કરી શકે? તે જેલની અંદર ના હોત? હું ગયા વર્ષે ફેસબુકના માધ્યમથી રુહેલને મળી હતી પરંતુ મેં એનો નંબર મોબાઈલમાં સેવ કર્યો નહોતો. હું નહોતી ઈચ્છતી કે મારા પેરેન્ટ્સને આ અંગે ખબર પડે. હું માતા-પિતાથી અલગ થઈને હોટલમાં રહેવા જતી રહી હતી. જોકે, ગયા અઠવાડિયે જ મારા પેરેન્ટ્સ મને પાછી લઈ આવ્યા. તે પત્રકાર છે અને તેનું નામ રુહેલ અમીન છે. હું ક્યારેય આ રીતે વાત કરવા માગતી નહોતી પરંતુ હવે હું ઈચ્છું છે કે તેઓ રુહેલનો સ્વીકાર અત્યારે જ કરે. તેમણે મારું જીવન નર્ક સમાન બનાવી દીધું છે અને હવે હું વધારે સહન નહીં કરી શકું. તેઓ મને રુહેલને મળવા પણ દેતા નથી. લગ્ન વિશે તો ખ્યાલ નથી પરંતુ હાલમાં હું રુહેલ સાથે રહેવા માગું છું. તે મુસ્લિમ હોવાથી મારા પેરેન્ટ્સ તેનો સ્વીકાર કરતા નથી. જો તે આતંકી હોત તો મીડિયામાં કઈ રીતે કામ કરી શકત?'

3. ભાઈએ પણ ના સ્વીકાર્યો

સુનૈનાએ ભાઈ વિશે વાત કરતાં કહ્યું હતું, 'રીતિક પણ કોઈ મદદ કરતો નથી અને તે પણ પિતાની જેમ જ વર્તન કરે છે. ઘરમાં કોઈ પણ મારા સંબંધોનો સ્વીકાર કરે તેમ નથી. ના પિતા કે ના ભાઈ. રીતિકે મને વચન આપ્યું હતું કે તે મને મારું પોતાનું ઘર લઈ આપશે પરંતુ તેણે પણ પોતાનું વચન પાળ્યું નહીં. લોખંડવાલામાં જ્યારે મેં મારી રીતે ફ્લેટ ભાડે રાખ્યો તો તેણે કહ્યું હતું કે ભાડું બહુ જ મોંઘું છે. 2.5 લાખ રૂપિયા તેના માટે મોંઘા છે? મને નથી લાગતું. તે ક્યારેય કંઈ જ કરતો નથી. દરેક લોકો મને હેરાન કરે છે.'

4. પોકેટમની પણ નથી આપતા

બે દિવસ પહેલાં જ મેં પેરેન્ટ્સ પાસે પૈસા માગ્યાં હતાં પરંતુ તેમણે ચોખ્ખી ના પાડી દીધી હતી. આજે મને 50 હજાર રૂપિયા આપ્યા છે અને આટલા પૈસામાં આખો મહિનો કાઢવાનો છે. મને શા માટે વધારે પૈસા ના મળે? હું તેમની દીકરી છું. રોશન પરિવારની દીકરી હોવાને નાતે મને વધારે પૈસા ના મળવા જોઈએ? એક વર્ષ પહેલાં મને એક પણ રૂપિયો આપવામાં આવતો નહોતો પરંતુ બે દિવસ પહેલાં મેં માતા (પિંકી રોશન) પાસે ચોક્કસ રકમ માગી હતી.

5. કંગનાને શા માટે મળી?

કંગનાનો સંપર્ક કરીને મેં તેની મદદ માગી હતી. કંગના વુમન પાવરને રિપ્રેઝેન્ટ કરે છે અને હું પણ વુમન પાવરને સપોર્ટ કરું છું. આજે હું કંગનાનો સપોર્ટ કરું છું. કંગના એક સ્ત્રી છે અને મદદ માગવા માટે તે યોગ્ય વ્યક્તિ છે. તેને ન્યાય જોઈતો હતો અને તેને લીધો. મને ખ્યાલ નથી કે મારા ભાઈ અને કંગના વચ્ચે શું બન્યું પરંતુ આગ વગર ક્યારેય ધૂમાડો નીકળે નહીં. કંગના અને હું શરૂઆતમાં મિત્રો હતાં પછી થોડાં સમયથી અમે એકબીજાના સંપર્કમાં નહોતાં. મને કંગના ઘણી જ પસંદ છે. બે વર્ષ પહેલાં જ્યારે કંગના નેશનલ એવોર્ડ જીતી ત્યારે મેં તેને મેસેજ કર્યો હતો કે મારા પરિવારને કારણે આપણે મિત્રો રહી શક્યા નથી. સાચું કહું તો મને ખ્યાલ જ નથી કે કંગના અને રીતિક વચ્ચે શું બન્યું. કોઈએ મને કંઈ જ જણાવ્યું નથી. જ્યારે મેં પરિવારને પૂછ્યું કે આ શું બની રહ્યું છે અને જો ભાઈ પાસે કોઈ પુરાવા હોય તો તે જાહેર કરે. ભાઈએ શા માટે પુરાવા સંતાડીને રાખ્યા છે?

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી