ઈન્ટરવ્યૂ / રીતિક રોશનની બહેન બે મહિના રિહેબ સેન્ટરમાં રહી હતી, કહ્યું- પેરેન્ટ્સથી અલગ થવા ઈચ્છું છું

Hrithik Roshan's sister stayed in Rehab Center for two months, said, I want to be separated from parents
X
Hrithik Roshan's sister stayed in Rehab Center for two months, said, I want to be separated from parents

Divyabhaskar.com

Jun 12, 2019, 02:19 PM IST

મુંબઈઃ રીતિક રોશનની બહેન સુનૈનાએ કહ્યું હતું કે દારૂની લતને કારણે તે બે મહિના રિહેબ સેન્ટરમાં રહી હતી. હાલમાં જ અંગ્રેજી પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું હતું કે સંબંધોમાં નિષ્ફળ જતાં તે દારૂ પીવા લાગી હતી. વર્ષની શરૂઆતમાં તેના પિતા રાકેશ રોશન ગળાના કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તે રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ લેતી હતી. આથી જ તે પિતાની બીમારી સમયે તે હાજર રહી શકી નહોતી. જોકે, જ્યારે તે ઠીક થઈ ત્યારે તેણે પિતાની સારવાર કરી હતી.

સુનૈનાએ પોતાની વાત શૅર કરી

સુનૈનાના મતે, તે પોતાની વાત એટલા માટે કહી રહી છે, જેથી અન્ય લોકો પ્રેરણા લઈ શકે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અફવા એવી છે કે તને બાઈપોલર નામની બીમારી છે. જેના જવાબમાં સુનૈનાએ કહ્યું હતું કે આ બધી વાતો ખોટી છે. તે ઠીક છે અને સ્વસ્થ છે. તેને બાઈપોલર નામની બીમારી નથી પરંતુ કેટલાંક ઈશ્યૂ છે.

2. પેરેન્ટ્સનું ઘર છોડવા માગું છું: સુનૈના

સુનૈનાએ ઈશ્યૂ અંગે વાત કરતાં કહ્યું હતું, 'હું અલગ રહેવા ઈચ્છું છું. હું સતત મારા માતા-પિતા (રાકેશ-પિંકી રોશ)ની દેખરેખ હેઠળ રહી શકતી નથી. આ ના કરો. દારૂ ના પી. આ છોકરાને ના મળ. મને લઈ મારા પેરેન્ટ્સ વધુ પડતા પ્રોટેક્ટિવ થઈ ગયા છે. જો હું રાત્રે એકાદ વાર દારૂ પી લઉં તો એમાં શું થઈ ગયું? મિત્રો સાથે પાર્ટી કરું તો તેમાં ખોટું શું છે? કોઈ છોકરાને મળવું ખોટું છે?'

3. પૈસાની તંગીને કારણે અલગ રહી શકતી નથી

જ્યારે સુનૈનાને પૂછવામાં આવ્યું કે આખરે એવું તો શું છે કે તે અલગ રહી શકતી નથી. તો તેણે કહ્યું હતું, 'મારી પાસે પૈસા નથી. ઓબોરોય સ્પ્રિંગ્સ (અંધેરી)માં મને ઘર પસંદ આવ્યું હતું પરંતુ ભાડું ચૂકવી શકું તેમ નથી. એક મહિના પહેલાં જુહૂ સ્થિત પેરેન્ટ્સનું ઘર છોડીને હોટલમાં રહેવા ગઈ હતી. જોકે, પેરેન્ટ્સે મનાવી લેતા પાછી હું તેમની જોડે આવી ગઈ છું. હવે મારી પાસે બિલકુલ પૈસા નથી. જો રીતિક અલગ રહી શકે તો હું કેમ નહીં?'

4. 'માતા-પિતાને ઘણો જ પ્રેમ કરું છું'

સુનૈનાએ આગળ કહ્યું હતું, 'હું મારા પેરેન્ટ્સને ઘણો જ પ્રેમ કરું છું. એક તરફ તેમના દ્રષ્ટિકોણને સમજું છું પરંતુ મારે મારો સ્પેસ તથા ઘર જોઈએ. તેમણે મારો વિશ્વાસ કરવાની જરૂર છે. હું તેમને ઘણો જ પ્રેમ કરું છું. હું ખોટી માગણી કરી રહું છું?' ઉલ્લેખનીય છે કે સુનૈનાએ બેવાર લગ્ન કર્યાં છે. તેણે પહેલાં લગ્ન બિઝનેસમેન આશિષ સોની સાથે કર્યાં હતાં. આ લગ્નથી તેને દીકરી સુરાનિકા છે. વર્ષ 2000માં બંને અલગ થઈ ગયા હતાં. સુરાનિકા હાલમાં પિતા તથા સાવકી માતા સાથે અમેરિકામાં રહે છે. ડિવોર્સના 10 વર્ષ બાદ સુનૈનાએ 2010માં કેનેડા સ્થિત બિઝનેસમેન મોહન નાગર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન પણ લાંબું ટક્યાં નહોતાં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી