ખંડન / રીતિકની બહેન સુનૈનાએ ટ્વીટ કરીને કહ્યું, તે હોસ્પિટલમાં દાખલ નથી અને ગંભીર રીતે બીમાર પણ નથી

Hrithik Roshan's sister faces serious medical problems, doctors say, next 24 hours are very important
X
Hrithik Roshan's sister faces serious medical problems, doctors say, next 24 hours are very important

Divyabhaskar.com

Jun 10, 2019, 06:16 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશન હાલમાં પોતાની ફિલ્મ 'સુપર 30'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ચર્ચા હતી કે રીતિક રોશનની બહેન સુનૈના માનસિક બીમારી બાઈપોલર ડિસઓર્ડરથી પીડાય છે અને તેની તબિયત ઘણી જ નાજુક છે. ડોક્ટર્સના મતે, આગામી 24 કલાક તેના માટે ઘણાં જ મહત્ત્વના છે. સૂત્રોના મતે, સુનૈનાને હાલમાં અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસથી સુનૈનાની તબિયત સારી નહોતી. જેવા સમાચાર વહેતા થયા એટલે રીતિકની બહેન સુનૈનાએ સામે આવીને આ વાતને ખોટી ગણાવી છે. સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને સુનૈનાએ કહ્યું હતું કે તેની તબિયત એકદમ સારી છે અને તે હોસ્પિટલમાં દાખલ પણ નથી.

સુનૈનાએ 2018માં ડિપ્રેશન અંગે વાત કરી હતી

વર્ષ 2018માં સુનૈનાએ પોતે ડિપ્રેશનમાં હતી અને તે અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. સુનૈનાએ એક ઈન્ટરવ્યૂમાં અંગત જીવનથી લઈ નાનપણ તથા પોતાની બીમારી અંગે ખુલાસા કર્યાં હતાં. તેણે કહ્યું હતું કે તે કાઉન્સિલર પાસે જતી હતી, જે તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં મદદ કરતો હતો. સુનૈનાએ માનસિક બીમારીને લઈ જાગૃત્તા આવે તથા આ બીમારીઓની સારવાર માટે લોકો કોઈ પણ જાતના સંકોચ વગર ડોક્ટર પાસે જાય તેવો આગ્રહ કર્યો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે તેને ટ્યૂબર્ક્યુલોસિસ (ટીબી), મેનિન્જાઈટિસ, ઓબેસિટી તથા કેન્સર અને સંબંધોમાં નિષ્ફળતા મળતા તે ડિપ્રેશનનો ભોગ બની હતી. તેની પરિસ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે તે ઘરની બહાર પણ નીકળતી નહોતી. આવી પરિસ્થિતિમાં ડોક્ટર્સે તેને મદદ કરી હતી.

2. બ્લોગ લખવાની શોખીન

સુનૈનાને બ્લોગ લખવાનો ઘણો જ શોખ છે. તે અવાર-નવાર પરિવાર તથા ભાઈ રીતિકની વાતો તથા તસવીરો શૅર કરતી હોય છે. સુનૈનાએ બ્લોગમાં લખ્યું હતું કે નાનપણમાં તે અને રીતિક બંને એકબીજાથી એકદમ અલગ હતાં. રીતિક ઘણો જ શરમાળ અને તે બોલકી હતી. રીતિક તેની ફ્રેન્ડ્સ સાથે વાત કરવામાં પણ શરમાતો હતો અને બંને ખૂબ લડતા હતાં. આજે રીતિક જેટલો ડિસિપ્લિનમાં માને છે, નાનપણમાં એટલો જ આળસુ હતો.

3. શું છે બાઈપોલર ડિસઓર્ડર

આ એક પ્રકારની કોમ્પ્લેક્સ માનસિક બીમારી છે. જેમાં વ્યક્તિનું મન સતત મહિનાઓ સુધી અથવા અઠવાડિયા સુધી ઉદાસ અથવા ખુશ રહે છે. આ બીમારીને મૅનિક ડિપ્રેશન (Manic Depression) પણ કહેવામાં આવે છે. આ એક સાઈક્લિક ડિસઓર્ડર છે, જેમાં પીડિત વ્યક્તિની મનોદશા વારંવાર બે અલગ તથા વિપરીત અવસ્થાઓમાં જાય છે. આ બીમારીમાં વ્યક્તિનું વર્તન અચાનક બદલાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે પોપ સ્ટાર યો યો હની સિંહ પણ આ બીમારથી પીડિત હતો. યો યો હની સિંહ રિહેબ સેન્ટરમાં રહીને આ બીમારીમાંથી બહાર નીકળ્યો હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી