તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ નોલેજ:નવરાત્રિ કેટલી હોય અને ગુપ્ત નવરાત્રિ શું છે?

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકંભરી નવરાત્રિ દરમ્યાન માને શાકનાં નૈવેદ્ય ધરાવાય
  • શિવશક્તિનાં સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. શિવ અને શક્તિ એકમેકનાં પૂરક છે. જેમ સંસારમાં નર અને નારી એક રથનાં બે પૈડાં છે.

આપણા ભારતીય પંચાંગમાં વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે. ચૈત્ર મહિનાથી ભારતીય વર્ષ શરુ થાય. તેના પહેલા અઠવાડિયામાં આવે, ચૈત્રી નવરાત્રિ. તે પછી પોષ મહિનામાં શાકંભરી નવરાત્રિ આવે. આસો મહિનાની શારદીય નવરાત્રિ અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ. આ ચારેય નવરાત્રિ દરમ્યાન શક્તિની ઉપાસનાનું મહત્ત્વ છે. જો કે ચૈત્રી નવરાત્રિ અને ગુપ્ત નવરાત્રિ સાધના માટે ઉત્તમ ગણાય છે.

શારદીય નવરાત્રિ દર મ્યાન માતા-બહેનો ગરબા ગાય અને શાકંભરી નવરાત્રિ દરમ્યાન માંને શાકનાં નૈવેદ્ય ધરાવાય. ગુપ્ત નવરાત્રિ ગુપ્ત સિદ્ધિઓ માટે માહાત્મ્ય ધરાવે છે. આ દરમ્યાન શિવશક્તિનાં સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. શિવ અને શક્તિ એકમેકનાં પૂરક છે. જેમ સંસારમાં નર અને નારી એક રથનાં બે પૈડાં છે, તેમ! આમ પણ સાધના ગુપ્ત હોવી જોઇએ. તે નિર્દોષ અને નિરામય પણ હોવી જોઇએ. શિવ એટલે કલ્યાણ અને કલ્યાણ કરવાની શક્તિ એટલે દુર્ગા!
holisticwisdom21c@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો