કોરોના વાયરસ / અંગ્રેજીનો હાઉ કે કોરોનાનો.. ? 1100 છાત્રોએ પરીક્ષા ન આપી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • શૈક્ષણિક કાર્ય બંધના નિર્ણયથી ગેરસમજ ફેલાઈ છે કે શું
  • એસ.એસ.સી.માં ગણિત પછી સૌથી વધુ ગેરહાજરીથી અટકળો

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 11:30 AM IST

ભુજઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 16મી માર્ચ સોમવારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી, જેમાં અંગ્રેજીમાં 24736 વિદ્યાર્થીઓમાંથી 1100 છાત્રો ગેરહાજર રહ્યા હતા, જેથી પ્રશ્ન ઊભો થયો છે કે, અઘરા વિષય તરીકે અંગ્રેજીનો હાઉ હતો કે પછી કોરોના વાયરસનો હાઉ છે. જોકે, રાજ્ય સરકારે રવિવારે એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ સિવાય તમામ પરીક્ષાઓના કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી અને બે અઠવાડિયા સુધી શાળા કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કર્યો છે, જેથી કદાચ ગેરસમજ ફેલાઈ હોય એવું પણ બની શકે.

શું કોરોના વાયરસનો હાઉ તો કામ નથી કરી ગયો
સોમવારે 10 વાગ્યે એસ.એસ.સી. બોર્ડની અંગ્રેજીની પરીક્ષામાં કુલ 24736 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. પરંતુ, 23636 છાત્રો જ પરીક્ષા આપવા આવ્યા હતા. 1100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા જ ન હતા. આ અગાઉ ગણિતની પરીક્ષામાં પણ મોટી સંખ્યામાં છાત્રો ગેરહાજર રહ્યા હતા, જેથી અઘરા વિષયનો હાઉ ગણી લેવાયો હતો. પરંતુ, અંગ્રેજી વિષયમાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓની ગેરહાજરીથી પ્રશ્ન થાય છે કે, શું કોરોના વાયરસનો હાઉ તો કામ નથી કરી ગયો ને. વળી રવિવારે શાળા કોલેજમાં બે અઠવાડિયા સુધી શૈક્ષણિક કાર્ય બંધનો નિર્ણય લેવાયો છે, જેમાં બોર્ડની પરીક્ષાઓ પણ રદ થયાની ગેરસમજ તો નથી ફેલાઈને એવો પ્રશ્ન ઊભો થયો છે. જોકે, બીજી બાજું, બપોરે 3 વાગ્યે શરુ થયેલી એચ.એસ.સી. એટલે કે ધોરણ 12ની ભાષાઓમાં નોંધાયેલા 12577 પરીક્ષાર્થીઓમાંથી 272 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જ્યારે સમાજ શાસ્ત્રમાં 37માંથી 1 છાત્ર ગેરહાજર રહ્યો હતો અને 39 છાત્રોએ પરીક્ષા આપી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી