તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રિયંકા ચોપરાથી લઈ કરીના કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સ ઘરે રહીને કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધી (18 માર્ચ) 7965 લોકોના મોત નીપજ્યાં છે, જેમાંથી ભારતમાં 3ના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 147 કેસ સામે આવ્યા છે, એમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 41 કેસ છે. કોરોનાવાઈરસને કારણે મુંબઈમાં ફિલ્મના શૂટિંગ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. અચાનક જ આ રીતે શૂટિંગ બંધ કરી દેવાતા બોલિવૂડ સ્ટાર્સ એકદમ નવરા પડી ગયા છે. મુંબઈમાં જીમ, સ્વિમિંગ પૂલ, મોલ, મલ્ટીપ્લેક્સ તમામ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ જ કારણથી બોલિવૂડ સ્ટાર્સે ફરજિયાત ઘરે બેસીને જ સમય પસાર કરવો પડે છે. આ ફાજલ સમયમાં કરીના કપૂર, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, શ્રદ્ધા કપૂર, અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના સહિતના સેલેબ્સ પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે અથવા તો બુક્સ વાંચે છે તો વળી કેટલાંક પોતાના પેટ્સ સાથે રમે છે. 

કરીના કપૂર-સૈફ અલી ખાન
કરીના કપૂર ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે હાલમાં શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. કરીનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યું છે. તે ઘરે રહીને જ સમય પસાર કરી રહી છે. કરીના કપૂરે ઈન્સ્ટામાં તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં સૈફ અલી ખાન ઘરની લાઈબ્રેરીમાં બુક વાંચી રહ્યો છે. કરીના ઈન્સ્ટા ફોનમાં બિઝી જોવા મળે છે. આ ઉપરાંત કરીનાએ ઈન્સ્ટા સ્ટોરી પણ શૅર કરી હતી, જેમાં એક્ટ્રેસ ગાજરનો હલવો ખાતી જોવા મળી હતી. 

અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી અને તે પ્રમોશનમાં વ્યસ્ત હતો. જોકે, કોરોનાવાઈરસને કારણે ફિલ્મની ડેટ ચેન્જ કરી નાખવામાં આવી હતી. અક્ષય કુમાર હાલમાં પત્ની ટ્વિંકલ સાથે સમય પસાર કરી રહ્યો છે. ટ્વિંકલ ખન્નાએ પતિ સાથેની એક તસવીર શૅર કરી હતી, જેમાં બંને ઘરના ગાર્ડનમાં આવેલા હિંચકા પર આરામથી બેઠા હોય છે. ટ્વિંકલે તસવીર શૅર કરી હતી. 

પ્રિયંકા ચોપરા
અમેરિકામાં પણ કોરોનાવાઈરસને કારણે હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. પ્રિયંકા ચોપરા પોતાના પેટ્સ સાથે સમય પસાર કરી રહી છે. પ્રિયંકા ચોપરા હોળી મનાવવા માટે પતિ નિક જોનાસ સાથે મુંબઈ આવી હતી. ત્યારબાદ તે અમેરિકા પરત ફરી હતી. 

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બાગી 3’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ હતો. શ્રદ્ધા કપૂર પણ ઘરમાં જ રહે છે. તે ફાજલ સમય બુક વાંચીને પસાર કરી રહી છે. 

Being home 🏡✨💜 #Veggie

A post shared by Shraddha (@shraddhakapoor) on

અર્જુન કપૂર
અર્જુન કપૂરે ઈન્સ્ટા સ્ટોરી શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે આ બે અઠવાડિયા ફિલ્મ્સ જોઈને પસાર કરશે. તેણે ચાહકોને કોરોનાવાઈરસથી બચવાની અપીલ કરી છે. 

કેટરીના કૈફ
કેટરીના કૈફ શટડાઉન પહેલાં ‘સૂર્યવંશી’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. જોકે, હવે આ ફાજલ સમયમાં કેટરીના પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. જીમ બંધ હોવાથી કેટરીના ઘરના ધાબે જઈને ટ્રેનર યાસ્મીન સાથે વર્કઆઉટ કરે છે. બાકીનો સમય કેટરીના બહેન તથા ફ્રેન્ડ સાથે પસાર કરી રહી છે.

જેક્લીન ફર્નાન્ડિઝ
જેક્લીન ફર્નાન્ડિઝ આ સમયમાં યોગા કરીને સમય પસાર કરે છે. જેક્લીને પોતાના ચાહકોને હાલના સ્ટ્રેસભર્યા માહોલમાં રિલેક્સ થવા માટે યોગા કરવાની અપીલ કરી છે. જેક્લીને સોશિયલ મીડિયામાં પોતાના ઘરે યોગા કરતી હોય તેવો વીડિયો શૅર કર્યો હતો. આ ઉપરાંત જેક્લીન પોતાના પેટ્સ સાથે સમય પસાર કરે છે અને બુક્સ વાંચે છે. 

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી સરોગસીની મદદથી 15 ફેબ્રુઆરીના રોજ દીકીરીની માતા બની હતી. હાલમાં તો શિલ્પા દીકરીની દેખભાળ રાખવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ઘરે વર્કઆઉટ કરીને સમય પસાર કરે છે. 

દીપિકા પાદુકોણ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ સમયમાં પોતાના વોર્ડોબની સાફ-સફાઈ કરી રહી છે. આ ઉપરાંત તે પોતાના ફેવરિટ પિત્ઝા ખાઈ રહી છે. ટૂંકમાં દીપિકા પાદુકોણ પોતાના ઘરની સાફ સફાઈ તથા પોતાની મનપસંદ વાનગીઓ ખાઈ રહી છે. 

મલાઈકા અરોરા
જીમ તથા યોગા ક્લાસ બંધ થઈ જવાથી મલાઈકા અરોરા ઘરમાં જ આરામ કરી રહી છે. મલાઈકા પોતાના પેટ્સ સાથે સમય પસાર કરે છે. આ ઉપરાંત તે પોતાની ફેવરિટ ડિશિસ ખાઈ રહી છે. 

સોનમ કપૂર
સોનમ કપૂર હાલમાં જ પતિ આનંદ આહુજા સાથે લંડનથી પરત ફરી છે. સોનમ કપૂરે પોતાને ઘરમાં આઈસોલેશનમાં રાખી છે. સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શૅર કરીને આ માહિતી આપી હતી. 

આયુષ્માન ખુરાના
શૂટિંગ બંધ હોવાથી આયુષ્માન ખુરાના ઘરમાં જ પત્ની તથા બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છે. આયુષ્માન ખુરાનાએ બાળકો તથા પત્ની સાથે ભેગા થઈને પેઈન્ટિંગ્સ દોર્યાં હતાં. તે બાળકો સાથે વિવિધ ગેમ્સ રમીને આ સમય પસાર કરી રહ્યો છે. 

સારા અલી ખાન
સારા અલી ખાને હાલમાં વારાણસીમાં માતા અમૃતા સિંહ સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. 

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહે માસ્ક પહેરીને જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. રકુલે ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું કે જાહેરાતનું શૂટિંગ અટકાવી શકાય તેમ નહોતું પરંતુ બધાએ સેફ્ટી રાખીને શૂટિંગ કર્યું હતું. રકુલે ચાહકોને ઘરની બહાર ના નીકળવાની અપીલ કરી છે.

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહે માસ્ક પહેરીને જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. રકુલે ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું કે જાહેરાતનું શૂટિંગ અટકાવી શકાય તેમ નહોતું પરંતુ બધાએ સેફ્ટી રાખીને શૂટિંગ કર્યું હતું. રકુલે ચાહકોને ઘરની બહાર ના નીકળવાની અપીલ કરી છે.

ટાઈગર શ્રોફ
ટાઈગર શ્રોફે હાલમાં જ ‘ડિસ્કો ડાન્સ 2.0’ લોન્ચ કર્યું હતું. ટાઈગર શ્રોફ પોતાના ફ્રેન્ડ રાઈઝિંગ (ડેનીનો દીકરો) સાથે વર્કઆઉટ કરીને સમય પસાર કરી રહ્યો છે. 

સની લિયોની
સની લિયોની પતિ ડેનિયલ તથા ત્રણ સંતાનો સાથે ઘરમાં જ સમય પસાર કરી રહી છે. સની લિયોનીએ એક તસવીર શૅર કરી હતી, જેમાં તેણે, તેના પતિએ તથા તેના ત્રણ સંતાનોએ માસ્ક પહેર્યાં હતાં અને એક્ટ્રેસે કહ્યું હતું કે આ ઘણું જ નિરાશાજનક છે, તેના બાળકોએ આ બધું જોવું પડે છે. 

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ હાલમાં ઘરે જ છે. તેણે 15 માર્ચે 27મો જન્મદિવસ ફ્રેન્ડ્સ તથા બહેન શાહિન સાથે સેલિબ્રેટ કર્યો હતો. ઘરે હોવા છતાંય તે ફિટનેસનું ધ્યાન રાખી રહી છે. આલિયાએ ઈન્સ્ટા સ્ટોરી શૅર કરીને કહ્યું હતું કે તે ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો