Tech / HONOR MagicWatch 2: સ્ટાઇલ અને ફિટનેસ, બંનેમાં નંબર 1

HONOR MagicWatch 2: Number 1 in both style and fitness

Divyabhaskar.com

Jan 16, 2020, 06:54 PM IST

ગેજેટ ડેસ્કઃ યુવાન દિલ પર રાજ કરનારી સ્માર્ટ ડિવાઈસ કંપની HONORની નવી HONOR MagicWatch 2ની ભારતીય પ્રશંસકો રાહ જોઈ રહ્યા છે. હવે પ્રતીક્ષાનો સમય ટૂંક સમયમાં પૂરો થશે, કેમ કે, આ ખાસ સ્માર્ટવોચ 14 જાન્યુઆરીએ લોન્ચ થઈ ગઈ છે અને 18 જાન્યુઆરીથી એમેઝોન પ્લેટફોર્મ પર તેનું વેચાણ શરૂ થશે. HONOR MagicWatch 2 ઈન-હાઉસ HiSilicon Kirin A1 SoCની સાથે રજૂ કરવામાં આવી છે, જે તેને ફાસ્ટ પરફોર્મન્સ અને દમદાર ફીચર્સની રીતે આગળ રહેશે. HONOR Magic Watch 2માં એવા ઘણા ફીચર્સ છે, જે તમને બીજી સ્માર્ટવોચમાં જોવા નહીં મળે. ચાલો આપણે એક નજર કરીએ HONOR MagicWatch 2ના ખાસ ફીચર્સ પર-

HONOR MagicWatch 2ની ડિઝાઈન
જો તમે પરંપરાગત ગોળ આકારની ઘડિયાળ પસંદ છે તો આ શાનદાર ડિઝાઈન તમને જરૂર પસંદ આવશે. આ ઘડિયાળ એરોસ્પેસ ગ્રેડ રિફાઈન્ડ 361L સ્ટેઈનલેસ સ્ટીલથી બનેલી છે અને તમારા કાંડા પર એકદમ સુંદર દેખાય છે. આ સ્માર્ટ ઘડિયાળમાં તમે ક્લોક ફેસને તમારી ઈચ્છા પ્રમાણે સેટ કરી શકો છો અને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ બધાને બતાવી શકો છો. આ સ્માર્ટવોચમાં તમે પર્સનલાઈઝ્ડ પિક્ચર્સ લગાવી શકો છો. એટલે કે તમે ઘડિયાળ પર જે પણ તસવીર હંમેશાં બતાવવા માગતા હો તેને તમારી ઈચ્છા પ્રમાણે પસંદ કરી શકો છો. ગ્રાહકોને આ ફીચર ઘણું પસંદ આવશે.

ડિસ્પ્લે
HONOR MagicWatch 2(46mm)માં HD 1.39-inની એમોલેડ ટચ સ્ક્રીન આપવામાં આવી છે. તેનો આકાર 45.9X45.9X10.7 mm છે. તેના 326 પીપીઆઈ પર 454X454 રિઝોલ્યુશન છે, જે ઘડિયાળના ડાયલ પર તમામ લાક્ષણિકતાઓને યોગ્ય રીતે હાઈલાઈટ કરવા માટે પર્યાપ્ત છે. તેમાં પર્સનલાઈઝ્ડ વોચ ફેસ તૈયાર કરવાની સુવિધા આપવામાં આવી છે. તમે તમારી પંસદના વોચ ફેસ તૈયાર કરી શકો છો. તમને તે વાતની આઝાદી મળે છે કે, તમે વોચના ફેસ પર ક્યા પ્રકારની સૂચનાઓ જોવા માગો છો અને ક્યા પ્રકારની સૂચનાઓ નહીં. એક બીજી સારી વાત એ છે કે, HONOR MagicWatch 2 (46mm)નું વજન માત્ર 41 ગ્રામ છે, જે આખો દિવસ પહેરવામાં આવે તેમ છતાં તમારા કાંડાને જરાય પણ ભાર નથી લાગતો.

સ્વીમિંગ માટે પરફેક્ટ
HONOR MagicWatch 2 તમને 5 ATM સાથે મળે છે. તેને પહેરીને તમે સ્વીમિંગ કરી શકો છો. વોટર રઝિસ્ટન્ટ સાથે આ સ્માર્ટ વૉચ ફિટનેસ ટ્રેકિંગ પણ કરે છે. તે ફ્રી સ્ટાઇલ, બટરફ્લાય સહિતના અલગ અલગ સ્વીમિંગ સ્ટ્રોક્સની ઓટોમેટિક ઓળખાણ કરે છે. આ સાથે જ તે SWOLF સ્કોર, હાર્ટ રેટ અને કેલરી સહિતનો ડેટા પણ ટ્રેક કરે છે. આ વૉચ પહેરીને વોટર એડવેન્ચર પણ કરી શકાય છે.

બેટરી લાઈફ
સામાન્ય રીતે સ્માર્ટવોચ 1-2 દિવસની બેટરી લાઈફ આપી હોય છે, જયારે HONOR 14 દિવસનું બેટરી બેકઅપ આપે છે. કેટલીક સ્માર્ટવોચમાં ચાર્જિંગ માટે વધારે સમય વેડફાઈ જતો હોય છે. આ વોચની બેટરી લાઈફ સાથે તમે સિમલેસ પ્રોડક્ટનાં ફીચર્સનો એક્સપિરિયન્સ કરી શકો છો અને 24x7 તમારાં સ્વાસ્થ્યને ટ્રેક કરી શકો છો.

ફિટનેસ મોનિટરિંગ
HONOR MagicWatch 2 15 ડેડિકેટેડ ફિટનેસ મોડ પર સપોર્ટ કરે છે, જેમાં ઈનડોર-આઉટડોર રનિંગ, સાયકલિંગ, સ્વીમિંગ, ટ્રાઈએથેલોન સહિતની ગતિવિધિઓ સામેલ છે. આ સાથે જ તે હાર્ટ રેટ, SWOLF સ્કોર અને કેલરી બર્નની પણ જાણકારી આપે છે. આ સ્માર્ટવોચમાં ડ્યુઅલ GPSનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ગ્લોનાસ ટ્રેકિંગ સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. જંગલ હોય કે શહેરનો કોઈ ભીડભાડવાળો વિસ્તાર આ વોચ લોકેશનની એકદમ ચોક્કસ માહિતી આપે છે.

હેલ્થ મોનિટરિંગ
HONOR MagicWatch 2માં હાર્ટ રેટ મોનિટર, સ્લીપ મોનિટર અને સ્ટ્રેસ મોનિટર સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવી છે. રિલેક્સ્ડ લાઇફસ્ટાઇલ માટે તે HUAWEI TruRelaxથી તમારા તણાવની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે. હાર્ટ રેટ મોનિટરની મદદથી વર્કઆઉટ અને રનિંગ દરમિયાન તમારા હૃદયના ધબકારાં કેટલા હોય છે તે જાણી શકાય છે. તેની મદદથી તમને કોઈ હૃદયની બીમારી નથી તે જાણી શકાય છે. સ્લીપ મોનિટરથી તમે ઊંઘની ગુણવત્તા જાણી શકો છો. સ્ટ્રેસ મોનિટર તમારી રિલેક્સ્ડ લાઈફસ્ટાઈલને વેગ આપે છે. તે હેલ્ધી રહેવા માટે સૂચનાઓ આપે છે. Honor ના આ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ ઇનહાઉસ બન્યા છે અને ચોક્કસ પરિણામો આપે છે.

અન્ય સ્માર્ટ ફીચર
HONOR MagicWatch 2 બ્લૂટૂથ કોલ્સને સપોર્ટ કરે છે. આ સાથે જ 500 ગીતો સ્ટોર કરી તેને પ્લે પણ કરી શકે છે. આ સિવાય, આ સ્માર્ટવોચ બીજી ઘણી વસ્તુઓ કરી શકે છે જેમ કે, મ્યુઝિક કંટ્રોલ જેની મદદથી તમે પ્લેલિસ્ટ તૈયાર કરી શકો છો અને તેને શફલ પણ કરી શકો છો. આ સિવાય, આ સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલ્સ અને રિમાઇન્ડર્સને પણ પૂરી રીતે સપોર્ટ કરે છે. પુશ નોટિફિકેશન્સ, વેધર ડિટેલ્સ, અલાર્મ, રિમાઇન્ડર્સ, ટાઇમર, ફાઇન્ડ યોર ફોન જેવાં ફીચર્સ પણ તમને આ સ્માર્ટવોચમાં મળે છે. આ ઘડિયાળ તમને 2 કલર્સમાં મળશે - ચારકોલ બ્લેક અને ફ્લેક્સ બ્રાઉન. બંને રંગો એવા છે જેને જોઈને તમે ખુશ થઈ જશો.

આકર્ષક કિંમત
HONOR MagicWatch 2 (46mm) ચારકોલ બ્લેક વેરિઅન્ટ 12,999 રૂપિયામાં અમેઝોન પર ઉપલબ્ધ થશે અને ફ્લેક્સ બ્રાઉન વેરિઅન્ટ તમને 14,999 રૂપિયામાં મળશે. અમેઝોન પર તેનો સેલ 18 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાથી પ્રાઇમ મેમ્બર્સ માટે અને 19 જાન્યુઆરીથી તમામ યુઝર્સ માટે શરૂ થશે.

શાનદાર ઓફર્સ
HONOR MagicWatch 2ની દરેક ખરીદી પર યુઝર્સને ફ્રીમાં HONOR AM61 બ્લુટૂથ ઇયરફોન સાથે તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 6 મહિનાની નો કોસ્ટ EMIનો ઓપ્શન પણ મળશે. જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરશો તો તમને HONOR MagicWatch 2ની ખરીદી પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
HONOR MagicWatch 2 તમે આ લિંક પર ક્લિક કરીને ખરીદી શકો છો — https://amzn.to/2uI028H

X
HONOR MagicWatch 2: Number 1 in both style and fitness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી