તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોન્ડાએ રિયર કુશનની ખામીને કારણે BS-6 એક્ટિવા 6G, 125 અને ડિયોને રિકોલ કર્યા, કંપની આ પાર્ટને ફ્રીમાં રિપ્લેસ કરશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્ક. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પોતાના પોપ્યુલર સ્કૂટર એક્ટિવા 6G, એક્ટિવા 125 અને હોન્ડા Dio રિકોલ કર્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, રિયર કુશનની ક્વોલિટી તેમના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી. તેના ઓઇલ લિકેજ થઈ શકે છે અથવા યુનિટ તૂટી શકે છે, જેનાથી વ્હીકલનું બેલેન્સ બગડી શકે છે.


હોન્ડા આ પાર્ટ્સને ફ્રીમાં રિપ્લેસ કરશે. આ ખામીથી પ્રભાવિત મોડેલ 14-15 ફેબ્રુઆરી 2020ની વચ્ચે બનાવવામાં આવ્યા છે. જો કે, હોન્ડાએ સ્પષ્ટ નથી કર્યું કે, ત્રણેય સ્કૂટરના કેટલા યુનિટ તેનાથી પ્રભાવિત થયા છે. કંપનીના ડીલર્સએ પ્રભાવિત સ્કૂટરના ગ્રાહકોને SMS,કોલ અને ઈમેલ દ્વારા કોન્ટેક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ગ્રાહકો પણ જાતે તપાસ કરી શકે છે કે તેમના સ્ટૂકટ આ ખામીથી પ્રભાવિત છે કે નહીં. 

તમારું સ્કૂટર રિકોલ સિસ્ટમમાં છે કે નહીં આ રીતે ચેક કરો
ગ્રાહકોએ કંપનીની વેબસાઈટ www.honda2wheelersindia.com પર જવાનું રહેશે. વેબસાઈટ ઓપન થતા ઉપર 'Service Campaign'નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ 'Campaign'સેક્શન દેખાશે, જ્યાં તમારે વ્હીકલનો VIN (યૂનિક વ્હીકલ આઇડેન્ટિફિકેશનનંબર) દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ જાણી શકાશે કે તમારું સ્કૂટર આ ખામીથી પ્રભાવિત છે કે નહીં. હોન્ડાએ ગ્રાહકોને સલાહ આપી છે કે સર્વિસ સેન્ટર પર ભીડથી બચવા માટે તેમની સર્વિસનું પ્રી બુકિંગ કરાવી લે. 

નવા મોડેલ
હોન્ડા એક્ટિવા 6G, હોન્ડા ડિઓ, એક્ટિવા 125 નવા મોડેલ છે, જેને તાજેતરમાં BS6માં અપગ્રેડ કરીને માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ તમામ મોડેલમાં સાયલન્ટ સ્ટાર્ટ ફીચરની સાથે નવું એન્જિન આપવામાં આવ્યું છે. BS6માં અપગ્રેડ થવાને કારણે તેની કિંમત BS4 મોડેલની સરખામણીએ 6-8 હજાર રૂપિયા સુધી વધી ગઈ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો