રિકોલ / હોન્ડાએ ખરાબ પાર્ટ્સને કારણે BS-6 એક્ટિવા 125 સ્કૂટર રિકોલ કર્યાં, બદલવામાં આશરે 30 મિનિટનો સમય લાગશે

Honda Recalls BS-6 Activa 125 Scooters Due to Bad Parts

Divyabhaskar.com

Feb 27, 2020, 03:41 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ થોડા સમય પહેલાં જ એક્ટિવા 125ને BS-6 એન્જિન સાથે અપગ્રેડ કર્યું હતું. પરંતુ હવે કંપની આ નવાં સ્કૂટર્સનાં મોડેલ્સને રિકોલ કર્યાં છે. ખરાબ કૂલિંગ ફેન કવર અને ઓઇલ ગેઝના કારણે હોન્ડા એક્ટિવા સ્કૂટર્સ પરત બોલાવવામાં આવી રહ્યાં છે. હોન્ડાનું એ પણ કહેવું છે કે, સ્કૂટરના ઓનરની મેન્યુઅલ પણ અપડેટ કરવામાં આવશે. હોન્ડાએ અત્યારે વધારે કંઈ જણાવ્યું નથી. કંપનીએ એ પણ નથી જણાવ્યું કે. આ ખરાબ કમ્પોનન્ટ્સ સ્કૂટરના પર્ફોર્મન્સ અથવા બેઝિક ફંક્શન્સ પર કેવી અસર પાડશે.
તમારું સ્કૂટર રિકોલ સિસ્ટમમાં છે કે નહીં આ રીતે ચેક કરો

હોન્ડાએ એ પણ નથી જણાવ્યું કે, આ કોમ્પોનન્ટ્સમાં શું ખરાબી છે. કંપની પાર્ટ્સ ફ્રીમાં બદલી રહી છે. આ પાર્ટ્સની તપાસ કરવામાં અને તેને બદલવામાં આશરે 30 મિનિટનો સમય લાગશે. તમારું એક્ટિવા 125 સ્કૂટર આ રિકોલ લિસ્ટમાં છે કે નહીં તેને તમે કંપનીની વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો. કંપનીની વેબસાઇટમાં તમારે વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર નાખવાનો રહેશે. જો તમારું સ્કૂટર રિકોલ લિસ્ટમાં હોય તો તમારે આગળ શું કરવાનું છે તેની તમામ જાણકારી તમને ત્યાં જ મળી જશે.

હોન્ડાએ નવું એક્ટિવા 125 BS-6 સ્કૂટર આ વર્ષે 15 જાન્યુઆરીએ લોન્ચ કર્યું હતું. આ સ્કૂટર ત્રણ વેરિઅન્ટમાં આવે છે. નવાં હોન્ડા એક્ટિવા સ્કૂટર 125માં BS-6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે મોટી સીટ, 18 લિટર અંડર સીટ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ, ACG સ્ટાર્ટર, LED હેડલેમ્પ્સ, પાસ સ્વિચ અને એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન આપવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 67,490 રૂપિયા છે, જ્યારે એલોય અને ડીલક્સ વેરિઅન્ટ્સની કિંમત અનુક્રમે 70,990 રૂપિયા અને 74,490 રૂપિયા છે.

X
Honda Recalls BS-6 Activa 125 Scooters Due to Bad Parts

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી