તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પ્લેન્ડરને પાછળ પાડી હોન્ડા એક્ટિવા દેશનું સૌથી વધુ વેચાતું ટૂ-વ્હીલર બન્યું

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરી 2020માં ટોપ 10 બેસ્ટ સેલર ટૂ-વ્હીલરની લિસ્ટમાં એક્ટિવા પહેલા નંબર પર છે
  • ગત વર્ષે જાન્યુઆરીમાં આ સ્કૂટરના 213,302 યુનિટ વેચાયા હતા

ઓટો ડેસ્ક. હાલના સમયમાં હોન્ડા એક્ટિવા સ્કૂટર ભારતનું સૌથી વધારે વેચાયેલ ટૂ-વ્હીલર છે. જાન્યુઆરી 2020માં ટોપ 10 બેસ્ટ સેલર ટૂ-વ્હીલરની લિસ્ટમાં એક્ટિવા પહેલા નંબર પર છે. આ સ્કૂટરના 234, 749 યુનિટ જાન્યુઆરી 2020માં સેલ થયા. સોસાયટી ઓફ ઈન્ડિયાન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે, એક્ટિવા વર્તમાન સમયમાં સૌથી વધારે વેચાણ ધરાવતું ટૂ-વ્હીલર છે. ગત વર્ષે જાન્યુઆરીમાં આ સ્કૂટરના 213,302 યુનિટ વેચાયા હતા.

હીરો સ્પ્લેન્ડર બીજા નંબર પર
આ લિસ્ટમાં હીરો સ્પ્લેન્ડર બીજા ક્રમે છે.  જાન્યુઆરીમાં હીરોની આ પોપ્યુલર બાઈકના 222,578 યુનિટ વેચાયા હતા. ત્રીજા નંબર પર હીરો HF ડીલક્સ છે. ચોથા નંબર પર બજાજ પલ્સર છે, જેના જાન્યુઆરીમાં 68,354 યુનિટ વેચાયા હતા. 

છઠ્ઠા નંબર પર સુઝુકી એક્સેસ છે, જેના 54, 595 યુનિટ વેચાયા. સાતમા નંબર પર બજાજની CT છે, જેના 42,497 યુનિટ વેચાયા. રોયલ એનફિલ્ડની  Classic 350 9મા ક્રમે છે. જાન્યુઆરી 2020માં તેના 40,834 યુનિટ વેચાયા હતા. હીરોની ગ્લમેર આ લિસ્ટમાં સૌથી નીચે છે. આ બાઈકના 40,318 યુનિટ જાન્યુઆરી 2020મા વેચાયા હતા. 

તાજેતરમાં લોન્ચ થઈ એક્ટિવા 6G
હોન્ડાએ ગત મહિને ભારતમાં એક્ટિવા 6G સ્કૂટર લોન્ચ કર્યુ હતુ. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 63,912 રૂપિયા છે. તે હોન્ડા એક્ટિવાની છઠ્ઠી જનરેશનનું મોડેલ છે. નવુ સ્કૂટર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. નવી એક્ટિવા 6Gની કિંમત જૂના મોડેલ એટલે કે, એક્ટિવા 5Gથી લગભગ 8 હજાર રૂપિયા વધારે છે. કંપનીનો દાવો છે કે, નવી એક્ટિવામા જૂના મોડેલની સરખામણીએ 10 ટકા વધારે માઈલેજ આપે છે. એક્ટિવા 5Gની સરખામણીએ એક્ટિવા 6Gનો પાવર ઓછો છે. એક્ટિવા 5Gમાં આપવામાં આવેલ BS4 એન્જિન 7.96hp પાવર જનરેટ કરે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો