અમદાવાદ / રૂ. 8 લાખના લાંચ કેસમાં આરોપી DYSP જે.એમ ભરવાડ સસ્પેન્ડ, ગૃહવિભાગે આદેશ કર્યો

ફાઇલ
ફાઇલ

  • 23 ડિસેમ્બરના ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ ફરજ મોકુફ હેઠળ મુકવામાં આવ્યા
  • ફરજ મોકુફી દરમિયાન તેનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટા ઉદેપુર રાખવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 31, 2019, 04:30 PM IST

અમદાવાદ/ રાજકોટ: 8 લાખની લાંચ લેનાર જેતપુરના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક (Dysp) જે.એમ. ભરવાડને ફરજ મોકુફ હેઠળ મુકવાનો ગુજરાત સરકારના ગૃહ વિભાગે આદેશ કર્યો છે. તેની વિરૂદ્ધ રાજકોટ એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા અધિનિયમ 2018)ની કલમ 7, 12, 13(1) મુજબ ગુનો નોંધાયો હતો. જે.એમ. ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલકુમાર ગોવિંદભાઇ સોનારાએ ફરિયાદી પાસેથી 8 લાખ રૂપિયાની લાંચ 3 ઓગસ્ટના રોજ આવકાર હોટલ, ધોરાજીમાં સ્વીકારી હતી. આથી 23 ડિસેમ્બરના ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ ફરજ મોકુફ હેઠળ મુકવામાં આવ્યા છે. ફરજ મોકુફી દરમિયાન તેનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટા ઉદેપુર રાખવામાં આવ્યું છે.

ત્રણ મહિના સુધી ફરાર રહ્યા હતા
લાંચ કેસમાં નામ ખુલતા જ જે.એમ. ભરવાડ ત્રણ મહિના સુધી ફરાર થયા હતા. બાદમાં સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જે.એમ. ભરવાડ રાજકોટ એસીબીમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના Dysp ભરવાડનું નામ પણ ખૂલ્યું હતું.

આરોપીને માર ન મારવા લાંચની માગણી કરી હતી
હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે 10 લાખની માગણી કરી હતી. બાદમાં આઠ લાખ આપવાનું નક્કી થયું હતું. કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ આઠ લાખની રકમ મેળવી હતી. જે રોકડ રકમ સાથે અમદાવાદ એસીબીએ વિશઆલ સોનારાની ધરપકડ કરી હતી.

X
ફાઇલફાઇલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી