તૈયારી / હોલિવૂડનો મેકઅપ આર્ટિસ્ટ જેસન એક્ટ્રેસ કંગનાને જયલલિતા બનાવશે, લોસ એન્જલસમાં લુક ટેસ્ટ થશે

Hollywood makeup artist Jason Collins the prosthetic expert on Captain Marvel for Kangana Ranaut Jayalalithaa biopic

Divyabhaskar.com

Sep 12, 2019, 04:12 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગનાને જયલલિતા બનાવવાનું કામ હવે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કરશે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કંગના લુક ટેસ્ટ માટે પોતાની ટીમ સાથે 19 સપ્ટેમ્બરના રોજ લોસ એન્જલસ જશે. જેસન કોલિન્સે ‘કેપ્ટન માર્વેલ’, ‘બ્લેડ રનર 2049’ જેવી ફિલ્મ્સના કલાકારોનો મેક-અપ કર્યો છે.

કંગના ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે
ફિલ્મમાં જયલલિતાના જીવનના ચાર વિવિધ તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બનવા સુધીની વાત કહેવામાં આવશે.

નવેમ્બરમાં શૂટિંગ શરૂ થશે
આ ફિલ્મનું નામ ‘થલાઈવી’ રાખવામાં આવ્યું છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે, જ્યારે ફિલ્મની વાર્તા કે વી વિજયપ્રસાદે લખી છે.

પ્રોડ્યૂસરે અફવાને પાયાવિહોણી ગણાવી
આ દરમિયાન ફિલ્મ પ્રોડ્યૂસર વિષ્ણુ ઈન્દુરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જયલલિતાની બાયોપિક હોલ્ડ પર મૂકી હોવાની વાત ખોટી છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પુષ્ટિ વગરની અફવા ફેલાવવી ઘણી જ નિરાશાજનક વાત છે. ‘થલાઈવી’ના પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. શૂટિંગ દિવાળી પછી શરૂ કરવામાં આવશે.

X
Hollywood makeup artist Jason Collins the prosthetic expert on Captain Marvel for Kangana Ranaut Jayalalithaa biopic
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી