અયોધ્યાથી ગ્રાઉન્ડ રિપોર્ટ / સરયૂ આરતીમાં ઉત્સવ જેવો માહોલ, હિન્દુઓએ કહ્યું- મસ્જિદ બનાવવા માટે અમે પણ સહભાગી બનશું

Hindus say festival like festival in Saryu Aarti
Hindus say festival like festival in Saryu Aarti

  • અયોધ્યા વિવાદ અંગે ચુકાદાના બીજા દિવસે રવિવારે સાંજે સરયૂ આરતી પરંપરાગત રીતે થઈ
  • ચુકાદા બાદ અયોધ્યાના લોકોને વિકાસની આશા, હિન્દુ-મુસ્લિમોએ કહ્યું- હવે અયોધ્યા મુદ્દે રાજનીતિ ખતમ થશે

Divyabhaskar.com

Nov 11, 2019, 11:36 AM IST

અયોધ્યા (આદિત્ય તિવારી): 134 વર્ષ જૂના અયોધ્યા કેસ પર ચુકાદા બાદ બીજા દિવસે રવિવાર સાંજે સરયૂ આરતીમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય દિવસ કરતાં વધારે ભીડ આરતીમાં પહોંચી હતી. ઘટો પાસે ચાની દુકાનો પર ચુકાદા અંગે ચર્ચા થતી હતી. રામ મંદિર નિર્માણને લઈ હિન્દુઓમાં ઉત્સાહ હતો ત્યારે તેમણે મસ્જિદ નિર્માણ માટે અમે પણ પૈસા આપશું તેમ કહ્યું હતું. હિન્દુ અને મુસ્લિમો હવે સ્પષ્ટપણે એક સ્વરે કહેતા જોવા મળતા હતા કે અયોધ્યા મુદ્દે હવે રાજનીતિ બંધ થશે અને એકબીજા સમુદાયોએ ઘણુબધુ સહન કરવું પડ્યું છે, હવે અયોધ્યા મુદ્દે રાજનીતિ બંધ થશે, હવે અહીં વિકાસ થશે.

રવિવારની સાંજે સરયૂના ઘાટો પર ચુકાદા અંગે ચર્ચા

સાંજના આશરે 5.30 વાગ્યા હતા અને સરયૂ આરતીનો સમય થઈ રહ્યો હતો. ઘાટ પાસે જ ચાની દુકાનો પર કેટલાક લોકો ચુકાદા અંગે ચર્ચા કરતા હતા. જિતેન્દ્ર પાંડેએ કહ્યું-આટલા સારા ચુકાદાથી વિશેષ કંઈ જ ન હોઈ શકે. હવે અમારે અમારી ફરજ નિભાવવાની છે. હું પણ મસ્જિદ માટે મારું આર્થિક યોગદાન આપીશ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના જિલ્લા સંયોજક કાસિફ શેખે જાહેરાત કરી હતી કે- મંદિર નિર્માણ માટે 1.51 લાખ રૂપિયાનું આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. ચુકાદા બાદ હવું શું વિચારો છો, આ પ્રશ્ન અંગે લોકોએ કહ્યું- અયોધ્યા હવે રાજનીતિથી દૂર થઈ ગયું છે. હવે અહીં વિકાસ થશે અને અયોધ્યા વાસીઓ માટે તે સુખદ દિવસ આવ્યો છે.

સરયૂ આરતીમાં ઉત્સવ જેવો માહોલ

રવિવાર સાંજે સરયૂ આરતીમાં સામાન્ય દિવસ કરતા વધારે ભીડ જોવા મળતી હતી. વિકલ્પ ત્રિપાઠીએ કહ્યું- મને ઉત્સુકતા હતી કે સાંજે સરયૂની આરતી કેવી હશે? તેની ભવ્યતા શું હશે?હું અવધ યુનિવર્સિટીનો એમટીએ (માસ્ટર ઓફ ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન) નો વિદ્યાર્થી છું. મારા મિત્રો પણ આરતીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

સરયૂની આરતીની તૈયારીની મહત્વની જવાબદારી નિભાવી રહેલા આંજ્નેય સેવા સમિતિના અધ્યક્ષ મહંત શશિકાંતે કહ્યું હતું કે સવારથી જ લોકો આરતીના સમયની જાણકારી અંગે અમને પૂછી રહ્યા હતા કે સાંજે આરતી સમયસર થશે કે પછી સમયમાં કોઈ ફેરફાર છે? ભીંડ સમાન્ય દિવસ જેટલી હતી, આ સંજોગોમાં મેળા અને અન્ય ઉત્સવ જોવાલાયક બન્યા હતા.

બાળકોએ સેલ્ફી, જય શ્રીરામ નારા લગાવ્યા

સરયૂ આરતી જોવા માટે આવેલા લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આરતીનું સંચાલન કરી રહેલા શ્યામ સુંદરે કહ્યું હતું કે આરતીની તૈયારી સવારથી જ થાય છે. કેટલાક વીઆઈપી લોકો ઉપસ્થિત રહે છે. જેમને અમે આરતી કરવાની તક આપી છીએ. આ સમયે લોકોએ જય સરયૂ મૈયા જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

મહંત શસિકાંતે કહ્યું હતું કે અમારા દ્વારા સરયૂ આરતીની શરૂઆત વર્ષ 2013થી કરવામાં આવી પરંતુ જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને પહેલી વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરયૂ આરતી માટે આવ્યા ત્યારથી તેને ભવ્ય બનાવવાની માગ કરવામાં આવી. જૂન,2017થી તેને સરકારી અનુદાનથી કરવાનો તાત્કાલિક આદેશ કરવામાં આવ્યો. આ આરતી વારાણસીમાં થતી મા ગંગાની આરતી જેવી જ હોય છે.


X
Hindus say festival like festival in Saryu Aarti
Hindus say festival like festival in Saryu Aarti

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી