હિરો બાઈક / હિરો મોટોકોર્પ ‘કરીઝમા ZMR’ બાઈક બંધ કરી શકે છે, મોટરસાયકલને વેબસાઇટ પરથી હટાવવામાં આવી

Hero MotoCorp can drop off 'Karizma ZMR' bike, motorcycle removed from website

  • કંપનીની વેબસાઈટ પર 200ccવાળી બાઈકને વેબસાઈટ પર ફ્લેગશિપ રેન્જ તરીકે દર્શાવવામાં આવી છે
  • હિરો મોટોકોર્પ પોતાની કરીઝમાને BS6 નોર્મ્સ અનુરૂપ અપગ્રેડ કરશે નહીં

Divyabhaskar.com

Feb 16, 2020, 04:37 PM IST

ઓટો ડેસ્ક. હિરો મોટોકોર્પ પોતાની સ્પોર્ટ્સ લુકવાળી બાઈક કરીઝમા ZMRને બંધ કરી શકે છે. હિરોએ પોતાની વેબસાઈટ www.heromotocorp.com પરથી આ બાઈકને હટાવી દીધી છે. તેની જગ્યાએ કંપનીની વેબસાઈટ પર તેની 200ccવાળી બાઈકને વેબસાઈટ પર ફ્લેગશિપ રેન્જ તરીકે દર્શાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, વેચાણ ન થવાના કારણે કંપની હિરો કરીઝમા ZMRને બંધ કરી રહી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હિરો મોટોકોર્પ પોતાની આ બાઈકને BS6 નોર્મ્સ અનુરૂપ અપગ્રેડ કરશે નહીં. આ બાઈક બે વેરિઅન્ટમાં, કરીઝમા અને કરીઝમા ZMR નામથી ઉપલબ્ધ હતી. તેમાં 223ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 8,000 rpm પર 20 bhp પાવર અને 6,500 rpm પર 19.7 Nm ટોર્ક જનરેટ કરે છે. ZMR વેરિઅન્ટમાં ફ્યુઅલ-ઇન્જેક્ટેડ ટેક્નોલોજી આપવામા આવી છે, જ્યારે સ્ટાન્ડર્ડ કરીઝમામાં કાર્બ્યુરેટર સિસ્ટમ છે.

કરીઝમા બાઈક વર્ષ 2003માં હિરો-હોન્ડાના જોઈન્ટ વેન્ચરમાં ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ હતી. વર્ષ 2007માં તેનું અપગ્રેડેટ મોડેલ માર્કેટમાં ઉતારવામાં આવ્યું હતુ. 2009માં આ બાઈકનું ZMR વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2010માં હિરો અને હોન્ડા અલગ થઈ ગઈ હતી. ત્યારબાદ હિરોએ આ બાઈકનું વેચાણ ચાલુ રાખ્યું હતુ.

વેબસાઈટ પર આ ચાર ફ્લેગશિપ બાઈક
હિરો મોટોકોર્પની વેબસાઈટ પર અત્યારે 200ccવાળી ચાર બાઈક ફ્લેગશિપ બાઈક તરીકે લિસ્ટેડ છે. તેમાં એક્સપલ્સ 200, એક્સપલ્સ 200T, એક્સ્ટ્રીમ 200S અને એક્સ્ટ્રીમ 200R સામેલ છે.

X
Hero MotoCorp can drop off 'Karizma ZMR' bike, motorcycle removed from website

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી