NRI યુવતી મોત / હિરલ પટેલના કાકાએ આરોપ લગાવ્યો, જેઠે તેને મારી નાખવા ધમકી આપી હતી

Heeral Patel Found Dead In Brampton her uncle charged, for threatened to kill by her brother in law

  • હિરલના કાકા રાકેશએ ભત્રીજીની હત્યા તેના સાસરિયાએ કરી હોવાનો આક્ષેપ કર્યો
  • પામોલની પુત્રીનો કેનેડાના ટોરેન્ટોમાં મૃતદેહ મળ્યો : પૂર્વ પતિ વૉન્ટેડ જાહેર

Divyabhaskar.com

Jan 17, 2020, 02:01 PM IST

આણંદ: બોરસદ તાલુકાના પામોલની 28 વર્ષીય હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેના મોતને અકસ્માતમાં ખપાવી દેવાનું ષડ્યંત્ર રચાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જણાઈ રહ્યું છે. કેનેડા પોલીસે તેના 36 વર્ષીય પૂર્વ પતિ રાકેશ પટેલને વૉન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે યુવતીના કાકા રાકેશ પટેલે તેના જેઠ સુનિલ પટેલે મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીના રહસ્યમય મોત પાછળ અનેક શંકા-કુશંકા સેવાઈ રહી છે.
પરિવારજનો ઈન્ડિયન એમ્બેસી અને આણંદના સાંસદને રજૂઆત કરશે
હિરલના કાકા રાકેશભાઈએ ભત્રીજીની હત્યા તેનાં સાસરિયાએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે હિરલના અમેરિકા રહેતા જેઠ સુનિલે હિરલને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.
હિરલ ગુમ થતાં ટોરેન્ટો પોલીસે કમાન્ડ પોસ્ટ કરી હતી
હિરલ 3 દિવસ અગાઉ રાત્રે 11 કલાકે જોવા મળી હતી. તે રાત્રે ઈસલિંગ્ટન એવન્યુ અને સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ નજીથી પસાર થઈ હતી. તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યાં હતાં અને તે બ્લેક એન્ડ વ્હાઇટ બેકપેક લઈને ગઈ હતી. પોલીસે બ્રિમ્પટનમાં ફિન્ચ એવન્યુ વેસ્ટ અને સ્ટીલ્સ એવન્યુ ઈસ્ટ નજીકના 156 પાર્કશોર ડો. પર કમાન્ડ પોસ્ટ મૂકી હતી અને જાણકારી માટે લોકોની મદદ માગી હતી.
ધમકી આપનારા જેઠ હાલ ભારતમાં
હિરલ પટેલને અગાઉ થયેલા ઝગડા સમયે ધમકી આપનારા જેઠ સુનિલ પટેલ હાલ અમેરિકા ખાતેથી ભારત આવ્યા છે. તેમણે અહીંયા ઉતરાયણ પણ ઉજવી હતી. તેણે જ કારસો રચ્યો હોવાના આક્ષેપ સાથે હિરલના કાકાએ પોલીસને રજૂઆત કરી સુનિલ પટેલની પણ પૂછપરછ અહીંયા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
2 મહિના પહેલા છૂટાછેડા થયા હતા
પામોલ ગામમાં રહેતી હિરલ પટેલનાં લગ્ન 7 વર્ષ પૂર્વે વર્ષ 2013માં મૂળ કિંખલોડના અને કેનેડા સ્થાઈ થયેલા એનઆરઆઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી કેનેડા પહોંચેલી હિરલે મેડિકલ ક્ષેત્રે જોબ શરૂ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસરિયાએ હિરલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને તે ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન 2 માસ પૂર્વે તેણે છૂટાછેડા લીધા હતા. 11 જાન્યુઆરીએ નોકરીએ ગયેલી હિરલ પરત ન ફરતાં તેના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હિરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં હતો. હાલમાં બનાવ સંદર્ભે યુવતીની હત્યા થઈ છે અકસ્માત છે તે બાબતે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Heeral Patel Found Dead In Brampton her uncle charged, for threatened to kill by her brother in law
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી