વિરમગામ / ભોજવા ફાટક પર ભારે વાહનો પર પ્રતિબંધ છતાં પસાર થઇ રહ્યા છે

Heavy vehicles at Bhoja Ghat are still being passed despite the ban

  • નાના વાહનચાલકો ફાટક પરથી પસાર થવામાં હેરાનગતી અનુભવે છે

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 08:35 AM IST

માંડલઃ વિરમગામ ભોજવા ફાટક પર ટ્રેનોની ખુબ જ અવરજવર હોવાથી આ ફાટક પરથી પસાર થતા વાહનચાલકોને વારંવાર ફાટક બંધ રહેતા હેરાનગતિ થતી હતી. જેથી તંત્ર દ્વારા આ ભોજવા ફાટક પર બ્રિજ (પુલ)નું કામકાજ છેલ્લા આશરે છ માસથી ચાલી રહ્યું છે. જ્યાં હાલમાં વાહનોની અવર-જવર માટે એક જ માર્ગીય રસ્તો ચાલુ છે. ત્યારે ભારે લોડિંગ વાહનો અને એસ.ટી. બસ, ખાનગી બસોને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ભારે વાહનો અને ખાનગી ટ્રાવેલ્સની બસો પેસેન્જરો ભરવા માટે અહિંથી પ્રતિબંધ
માત્ર બાઈક, રીક્ષા અને ફોર વ્હીલર વાહનો જ અવર-જવર કરી શકે તેમ છે. ત્યારે અમુક ભારે વાહનો અને ખાનગી ટ્રાવેલ્સની બસો પેસેન્જરો ભરવા માટે અહિંથી પ્રતિબંધ હોવા છતાં પસાર થતા બાઇકચાલકો, રિક્ષાવાળા અને ફોર વ્હીલર વાહન ચાલકોને ફાટક બંધ હોય ત્યારે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. જેથી નાના વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે રેલ તંત્ર દ્વારા ભોજવા ફાટક પર નાના વાહનો પસાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યા હલ થઇ શકે તેમ છે તેવી નાના વાહન ચાલકો અને રિક્ષા ચાલકો, બાઇક ચાલકો, ફોર વ્હીલર ચાલકોની માંગ છે.

X
Heavy vehicles at Bhoja Ghat are still being passed despite the ban

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી