તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

GSTR-3B:ઓનલાઈન ન દેખાતી ક્રેડિટ પરત કરવા મુદ્દે ભારે ગૂંચવાડો, નાના વેપારી આઇટીસી લઈ શકતા નથી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ પર વધારાનો બોજ ઊભો થવા શક્યતા

જીએસટીઆર-3બીમાં ઓનલાઇન ન દેખાતી ક્રેડિટ કરદાતાને પરત કરવાના સરકારી પરિપત્ર મુદ્દે ગૂંચવાડો ઊભો થયો છે. તાજેતરમાં કોવિડ-19ને લઇને જીએસટી કરદાતાઓને 6 મહિના છૂટછાટ આપી હતી. જે પૂરી થતા સરકારે જીએસટીના નિયમ પ્રમાણે દરેક કરદાતાને ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી લીધેલી ક્રેડિટના જીએસટીઆર-2એ જોડે સરખાવી તેમાં દેખાતી ન હોય તેટલી ક્રેડિટ સપ્ટેમ્બરનું જીએસટી3બી રિટર્ન ભરતી વખતે પરત આપવા પરિપત્ર કર્યો હતો.

જીએસટી કરદાતાઓ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોય છે. જેમને ત્રિમાસીક રિટર્ન ભરવાની જવાબદારી રહેલી છે. જેની છેલ્લી 30 ઓક્ટોબર છે. આવા કરદાતાઓ દ્વારા રિટર્ન ભરવામાં ન આવતા તેમણે વેચેલા માલની ક્રેડિટ જીએસટીઆર-2એમાં દેખાતી નથી અને તેમણે નાના વેપારીને ક્રેડિટ પાછી આપવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો