તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:જેને મામા કહ્યા તેણે જ બાળકીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરી ગળું દબાવી મારી નાખી

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોતાની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં આરોપીની ધરપકડ
  • બાળકીએ બૂમો પાડતાં પકડાઈ જવાની બીકે હત્યા કરી ખેતરમાં ફેંકી નાસી ગયો

ગોતા વિસ્તારમાંથી ગુમ થયેલી સાત વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. ધર્મની બહેનની દીકરી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે તેણે અપહરણ કર્યું હતું. જોકે દુષ્કર્મ આચરતી વખતે બાળકીએ બૂમાબૂમ કરતા પકડાઈ જવાની બીકે તેણે તેનું ગળું દબાવી હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી નાસી છૂટ્યો હતો.

મદદનીશ પોલીસ કમિશનર જે. એમ. યાદવે જણાવ્યું હતું કે, ગોતા હાઉસિંગમાં રહેતા જલ્પાબેન રાજેશભાઈ રાઠોડની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ થઈ હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે સોલા પોલીસની સાથે રહીને તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન બાતમીના આધારે આરોપી ભાવેશ ઉર્ફે ભીખો નરોત્તમભાઈ મિસ્ત્રી (ઉં.વ.43 રહે. ગોતા હાઉસિંગ, મૂળ ગામ ગેરીતા જિલ્લો. મહેસાણા)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ કેસની ફરિયાદી જલ્પાબેને ભીખા મિસ્ત્રીને ભાઈ બનાવ્યો હતો. બાળકી તેને મામા તરીકે બોલાવતી હતી. જે સબંધનો ગેરફાયદો ઉઠાવી તેણે ગત 12 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ કરવાના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને લઈને વૈષ્ણોદેવીથી ઓગણજ ટોલપ્લાઝા પાસેના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં રાત્રિના અંધકારમાં તેણે દુષ્કર્મ આચરવા જતાં બાળકીએ બૂમાબૂમ કરતા પકડાઈ જશે તેવી બીકે બાળકીનું ગળું દબાવી હત્યા કરી લાશ ખેતરમાં જ ફેંકી નાસી ગયો હતો.

આરોપી ભીખા મિસ્ત્રી અપરિણીત છે અને તેના ભાઈ સાથે રહે છે. છેલ્લાં 20 વર્ષથી અમદાવાદમાં સ્થાયી છે. તેણે વાસના સંતોષવા માટે તેને મામા કહેતી બાળકીની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો