રાજકોટ / દિવાળી બાદ રાજકોટમાં ક્રિકેટનો માહોલ જામશે, 7 નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • સોમવારથી T-20 મેચની ટિકિટનું વેચાણ થશે
  • બન્ને ટીમો 4 નવેમ્બરે રાજકોટ આવી પહોંચશે
  • ખંઢેરી સ્ટેડિયમમાં ખેલાશે ક્રિકેટ જંગ

Divyabhaskar.com

Oct 19, 2019, 10:46 AM IST
રાજકોટ:દિવાળીના તહેવારો બાદ રાજકોટમાં ક્રિકેટનો માહોલ જામશે. આગામી 7મી નવેમ્બરે રાજકોટના આંગણે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે સૌ પ્રથમવાર ઈન્ટરનેશનલ ટી-20 મેચ જામનગર રોડ ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.બંને ટીમો નવી દિલ્હીથી 4 નવેમ્બરે ચાર્ટર્ડ ફલાઈટથી રાજકોટ આવી પહોંચશે. બાંગ્લાદેશ અને ભારતની ટીમ તા.5-6 નવેમ્બર દરમિયાન નેટ પ્રેકટીસ કરશે. ટીમ ઈન્ડિયાને હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો અપાશે. જ્યારે ટીમ બાંગ્લાદેશને હોટેલ ઈમ્પિરીયલ પેલેસમાં ઉતારો અપાશે. આ મેચ માટે ટિકિટનું વેચાણ ઓનલાઈન તા.21મી શરૂ થશે. આ ઉપરાંત રાજકોટ ખાતે 31મી ઓકટોબરથી ટિકિટ કાઉન્ટર ટિકિટના વેચાણ માટે શરૂ થશે.
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી