તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રીનો મહિમા:419 વર્ષ પૂર્વે ઉજ્જૈનથી હરસિદ્ધિ માતા રાજપીપલા આવ્યાં હતા

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજવાડી નગરીમાં મહારાજ વેરીસાલજી માતાજીને રાજપીપલા લાવ્યાની

માં શક્તિની આરધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નર્મદાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરે પણ નવરાત્રીના પહેલા દિવસથી જ ભક્તો દર્શન માટે પ્રતિ વર્ષ ઉમટી પડતું હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર દર્શન અર્થેે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. દૂરથી ભક્તો પગપાળા ચાલીને પણ માતાજીના દર્શન કરવા આવે છે.માતાજીના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો રાજપીપળા રાજવી નગરી ગણાય છે. આઝદી પહેલાં આ શહેર નાંદોદ તરીકે ઓળખાતુ હતું, આ નાંદોદ પર ગોહિલ વંશના રાજઓનું રાજ્ય હતું. લોક વાયકા પ્રમાણે જેના નામથી વિક્રમ સંવત કહેવાય છે.

તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ્ય કર્યંુ હતું. તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે રાજપીપળાના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી મા હરસિધ્ધિને સાક્ષાત તેમની સાથે વિક્રમ સવઁત 1657 એ આસો માસની અષ્ટમી અને મંગળવારે રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે. 419 વર્ષ પુરાની આ કથા મુજબ આજે પણ સાક્ષાત મા હરસિધ્ધી ઉજ્જૈન અને રાજપીપળામાં બીરાજે છે. પ્રથમ નવ દિવસ અહીં ભાતીગળ મેળો ભરાય છે. ગરબા થાય છે પરંતુ કોરોનાનેે લઈને આ વર્ષે બંધ રાખ્યો છે.

કોરોનાના કારણે આ વર્ષે ગરબા અને મેળો બંધ રાખ્યા છે
આસો માસના પ્રથમ નવ દિવસ સુધી અહીં ભવ્ય મેળો ભરાય છે. જેમા ગુજરાત સહિત અન્ય પ્રાંતના દર્શનાર્થીઓ ભાગ લે છે. આ મંદિની વિશેષતા એ છે કે, દરેક કાર્ય સિધ્ધ કરનારી મા હરસિધ્ધીનું રાજપીપલા સ્થિત મંદિર બારે માસ 365 દિવસ ખુલે છે. માત્ર રાત્રે 10 વાગે બંધ થાય છે. શ્રર્દ્ધાળુઓ બાધા આખડી પુરી કરવા અહીં આવે છે. દરેક ભકતોની આસ્થાપુરી થતી હોવાનુ શ્રધ્ધાળુઓ કહે છે. આ વર્ષે કોવીડ 19 ની ગાઈડલાઈન પ્રમાણે અમે ગરબા, મેળો બંધ રાખી માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. - સી.એમ.પટેલ,મંત્રી, હિન્દૂ દેવસ્થાન કમિટી, રાજપીપલા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો