તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરંપરા:લાડોલના હરસિદ્ધ માતાજીને નવરાત્રિમાં રાજભોગ નહીં પણ સુરણનું શાક, દહીં અને શીરાનો ભોગ લગાવાય છે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1200 વર્ષ પહેલાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે મંદિરનુ નિર્માણ કરાવ્યું હતું

વિજાપુર શહેરથી 8 કિલોમીટર દૂર આવેલા લાડોલ ગામે હરસિદ્ધ માતાજીનું મંદિર આવેલું છે. કમળના આસન પર બિરાજમાન માતાજીના ગર્ભગૃહને બે વર્ષ પહેલાં સોનાથી મઢવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે માતાજીને વર્ષ દરમિયાન રાજભોગ ધરાવવામા઼ આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રિમાં માતાજીને રાજભોગ નહીં પણ સુરણનું શાક, દહીં અને શીરાનો ભોગ લગાવાય છે. નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન સાથે યજ્ઞશાળામાં હવનનું આયોજન થાય છે. અહીં આવતાં શ્રદ્ધાળુઓ માટે રહેવાની અને ભોજન પ્રસાદની પણ સુવિધા છે.

તાજેતરમાં રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા શક્તિપીઠના વિકાસ માટે રૂ. 99 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. મંદિર પરિસરના પાછળના ભાગમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. મંદિર 500 વર્ષ સુધી ખંડિત રહ્યુ હતુ. ત્યારે સમયની સાથે તેનુ નિર્માણ થઇ રહ્યુ છે.

શક્તિપીઠનો ઇતિહાસ 1200 વર્ષનો છે : વિશ્વાસભાઇ એ.જાની (આચાર્ય, હરસિદ્ધ શક્તિપીઠ, લાડોલ)
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે તેમના શાસનકાળ દરમિયાન શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું. આ ભવ્ય મંદિરમાં હરસિદ્ધ માતાજી સાથે ચોસઠ યોગીની, બટુક ભૈરવ અને ક્ષેત્રપાળ સહિતની મૂર્તિઓની સ્થાપના કરાઇ હતી. મુસ્લિમ રાજાઓના આક્રમણને લઇ મંદિર લગભગ 500 વર્ષ સુધી ખંડિત રહ્યું હતું. સમય સાથે મંદિરનું નિર્માણ ચાલુ રહેતાં આજે ફરી તેની ભવ્યતા જોવા મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો