તક્ષશિલા આગ / હાર્દિક પટેલે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, સુરત મેયરનું રાજીનામું અને જવાબદારો સામે કાર્યવાહી કરો નહીં તો અનશન

Hardik Patel's 12 hours ultimatum for  resignation of Surat Mayor and action against the respondent of takshsheela fire

 • ઘટના બાદ આજે હાર્દિક પટેલ સુરત ખાતે દોડી જઈ બાળકોના પરિવારજનોને મળશે
 • હાર્દિકે બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચતા અધિકારી સામે કેસ કરવા માગ કરી

DivyaBhaskar

May 26, 2019, 02:47 PM IST

ગાંધીનગર: સુરતના સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકો ભડથું થઈ ગયા. પથ્થરદિલના માનવીને પણ ચોધાર આંસુએ રડતા કરી દે તેવી તસવીરો બાદ માત્ર સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરતના મેયરનું રાજીનામું લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.

सूरत में आग की घटना में स्वर्गीय हुए बच्चों के परिवारों से मिलूँगा।सरकार को 12 घंटे का वक्त देता हूं की सूरत मेयर का इस्तीफ़ा लिया जाए एवं अवैध बिल्डिंग बनाने की स्वीकृति देने वाले अधिकारी एवं वक़्त पर घटना स्थल न पहुँच ने वाले फ़ायर ब्रिगेड के अधिकारी पर मुक़दमा लगाया जाए।

— Hardik Patel (@HardikPatel_) May 26, 2019

ટ્વિટ કરીને હાર્દિક પટેલે ચીમકી આપી: સુરતમાં આગના બનાવ બાદ મને એમ હતું કે સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ સખત કાર્યવાહી નથી થઈ. હું સુરતની ઘટનામાં સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સમાજ અપાવીશ. આજે હુ બાળકોના પરિવારોને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે સુરતના મેયરનું રાજીનામું લઈ લે અને ગેરકાયદેસર બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને સમયસર ઘટના સ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય નહીં આપી શકે તો આજે સાંજથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપા પોતાનો વિજયોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. સુરતની જનતાના કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નથી.
નામ લીધા વિના સુરત મેયરે હાર્દિકને જવાબ આપ્યો: હાર્દિક પટેલ આપેલી ચીમકી અંગે સુરત મેયર જગદિશ પટેલે હાર્દિક પટેલનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, તક્ષશિલા આગની ઘટનામાં લાગતા વળગતા વિભાગો તપાસ કરી રહ્યા છે. હું ઘટનામાં ભોગ બનનારના પરિવાર અને શહેરની જનતા સાથે છું. અન્ય કોઈ બહારથી આવીને મુશ્કેલીમાં સાથ આપવાના બદલે રાજકીય કારકિર્દી બનવવા માંગતા હોય તો તેનો વિષય છે. આવી ઘટનાઓ હવે ન બને તે પગલાં લેવાની અમારી જવાબદારી છે. મારી નૈતિક જવાબદારીમાં પાછા નહીં પડીએ. આ મુશ્કેલી પરિસ્થિતિમાં લોકો બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેણે ઘટનાના બે દિવસ બાદ એન્ટ્રી મારી છે. જનતા સાથે સહકાર આપવાની જરૂર છે. પ્રજાએ જેને જાકારો આપી દીધો હોય તેનું આવું જ રિએક્શન હોય શકે તેનો ખુલાસો મારે ન આપવાનો હોય. દોષિતનો છોડવાનો કોઈ પ્રશ્ન નથી. અને આવી ઘટનાની ન બને તે અંગે કોઈ કચાસ પણ નહીં રાખવામાં આવે.

X
Hardik Patel's 12 hours ultimatum for  resignation of Surat Mayor and action against the respondent of takshsheela fire
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી