તક્ષશિલા અગ્નિકાંડ / ઉપવાસની ચીમકી બાદ હાર્દિક પટેલની અટકાયત શહેર છોડવાની શરતે મુકત કરાયો

  • અલ્પેશ કથીરિયાના ઘરે જતા હાર્દિકને અટકાવાયો
  • ગત રોજ હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ થયો હતો

DivyaBhaskar.com

May 27, 2019, 07:14 PM IST

સુરતઃ સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22ના મોતના પગલે લોકોમાં આક્રોશ છે. દરમિયન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે દ્વારા ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને મેયર સહિતના જવાબદારોને રાજીનામુ આપવા 12 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી હાર્દિક પટેલ આજે ઉપવાસ પર ઉતરવાનો હતો. દરમિયાન હાર્દિક સુરતમાં એન્ટ્રી કરતાની સાથે સરથાણા ખાતે પોલીસ ઘેરી લેવામાં આવ્યો હતો. બાદમાં હાર્દિકને ઈચ્છાપોર પોલીસ મથકે લઈ જવાયો હતો જ્યાં સાત કલાકે મુક્ત ન કરાતા ઉપવાસ પર બેઠો હતો.સાથે સુરત બહાર જતો રહે તેવી ખાતરી આપ્યા બાદ હાર્દિકને કામરેજથી દૂર મુક્ત કરવામાં આવ્યો હતો.

તમાચો મારવાનો પ્રયાસ થયો હતો

સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને 48 કલાક ઉપરનો સમય વિત્યા બાદ રવિવારે પાસ કન્વીનર તેમજ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલે ઘટનાના બે દિવસ બાદ બપોરે સરથાણા સ્થિત ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જોકે, થોડીક ક્ષણોમાં જ કેટલાક પાટીદાર કાર્યકરોએ પણ ત્યાં પહોંચી જઈ હાર્દિકનો વિરોધ શરૂ કર્યો હતો. તમાચો મારવાના પ્રયાસ બાદ પોલીસે આખી ઘટનાને સંભાળી લેતાં હાર્દિકને લઈ જવામાં આવ્યો હતો.

હાર્દિકને ઉપવાસની મંજૂરી ન અપાઈ

હાર્દિક પટલે સોશિયલ મીડિયમાં જણાવ્યું હતું કે, સરકારને 12 કલાકનો સમય આપ્યો હતો કે, સુરતની આગની ઘટનાના દોષિત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરતમાં ઉપવાસ પર ઉતરશે. જોકે, 12 કલાક થઈ જવા થતા પણ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી થઈ નથી. 12 કલાક પહેલાં સુરત તંત્ર પાસે ઉપવાસની મંજૂરી માંગી હતી. પણ અમારી મંજૂરી કેન્સલ કરી લેવામાં આવી છે. સરકાર આગની ઘટનામાં દોષિત વ્યક્તિઓ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મારું માનવું છે કે, સરકાર આગની ઘટનામાં દોષિત વ્યક્તિઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીના ગુજરાતમાં 22 માસૂમોના હત્યારો બચી જશે?

હાર્દિક અલ્પેશના ઘરે જવાનો હતો

હાર્દિક પટેલ ગત રોજથી સુરતમાં છે. પહેલાં સરથાણા ખાતે આગના ઘટના સ્થળની મુલાકત લીધી હતી. ત્યારબાદ આગની ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે ગયો હતો. ત્યારબાદ એક વિરોધ રેલીમાં પણ જોડાયો હતો. આજે પાસ નેતા અલ્પેશ કથીરિયાના ઘરે જવા નીકળ્યો હતો. જેથી અલ્પેશના ઘર નજીક પોલીસની બે ગાડીઓ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન હાર્દિકની સરથાણા ખાતે અટકાયત કરી લેવામાં આવતા અલ્પેશના ઘર નજીકથી પોલીસ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી