તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Jupiter Enters His Own Zodiac But Can't Produce Good Fruit! The Alliance With Saturn Ketu Can Lead To Disappointing Results For Many People

ગુરુએ પોતાની જ રાશિમાં પ્રવેશ કર્યો છતાં શુભ ફળ નહીં આપી શકે! શનિ-કેતુ સાથે યુતિ થતાં અનેક રાશિના લોકોને નિરાશાજનક પરિણામ મળી શકે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોમાં મંત્રીપદ ભોગવતા અને જેને ‘ગુરુ’ની ઉપાધિ આપવામાં આવી છે એ બૃહસ્પતિ એટલે કે ગુરુનું મંગળવારે રાશિ પરિવર્તન પોતાની રાશિમાં થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર પોતાના મિત્રની વૃશ્ચિક રાશિમાંથી પોતાની ધન રાશિમાં આજથી પ્રવેશ કરવાની સાથે જ શનિ અને કેતુ સાથે યુતિ બનાવશે. ચાર મહિના બાદ નીચની મકર રાશિમાં પ્રવેશ કરશે.


ગુરુને નૈર્સિંગકરૂપે શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે વૃદ્ધિનો કારક ગ્રહ છે. ધન અને મીન રાશિ ‘ગુરુ’ને ફાળવવામાં આવી છે. તે જ પ્રકારે ધન રાશિ તેમની મૂળ ત્રિકોણની પ્રિય (અગ્નિ તત્વ) રાશિ છે. ‘ગુરુ’ગ્રહને શુભ અને અશુભ ઘટનાઓમાં વૃદ્ધિ કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે. કારણ કે બૃહસ્પતિ ગ્રહને દેવ ગુરુનો પદ પણ અપાયું છે. આ રાશિમાં શનિ તા.૨૪ જાન્યુ.ના સવારે ૯.૫૧ વાગ્યાથી જ બિરાજમાન હશે.


ગુરુ મકર રાશિમાં પણ શનિની સાથે યુતિ કરશે જયારે તા.૧૫ મે-૨૦૨૦ ના રોજ ગુરુદેવ વક્રી થશે અને તા.૩૦ જૂન-૨૦૨૦ ના રોજ ફરી ધન રાશિમાં આવશે. તા.૧૩ સપ્ટે.૨૦૨૦ થી ગુરુ ફરી માર્ગી થઇ મકર રાશિ તરફ આગળ વધશે. તા.૨૦ નવેમ્બર ૨૦૨૦ ના રોજ મકર રાશિમાં આવી જશે. તા.૬ એપ્રિલ-૨૦૨૧ના રોજ મધ્યરાત્રિએ ગુરુદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આમ ૨૦૨૦ માં ગુરુદેવ ધન રાશિથી મકર રાશિમાં 5 મહિના અને ૩ મહિના ફરી ધન રાશિમાં રહીને પાછા લગભગ સાડા ચાર મહિના મકર રાશિમાં રહેશે. અઢી વર્ષ શનિ, ગુરુની રાશિમાં રહ્યા પછી હવે ગુરુ ૯ મહિના શનિના ઘરમાં જ રહેશે. જે ગુરુની નીચ રાશિ છે. આવા વિચિત્ર ગોચર ભ્રમણ કરશે. ગુરુદેવ મકર રાશિમાં નીચના થવાથી બહુ શુભ ફળ આપતા નથી. જ્યારે શુભ કે અશુભ ઘટનાઓ બનશે તેમાં નકારાત્મક વૃદ્ધિ કરે એવી શક્યતા વધુ છે.


આજે ગુરૂ ગ્રહ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કર્યો. પોતાની રાશિ ધનુમાં આવીને ગુરુ શનિ અને કેતુ સાથે સંયોગ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર આનાથી ગુરૂ-રાહુ ની યુતીથી ચંડાલ નામનો યોગ બની રહ્યો છે. જેનાથી માર્કેટમાં મંદી વધે પૈસો ફરતો વધુ બંધ થાય. બે અશુભ ગ્રહો વચ્ચે ફસાયેલ ગુરૂ ગ્રહ તમામ રાશિઓ પર અસર કરશે. બીજી બાજુ મંગળ અને સૂર્ય, બુધ અને શુક્રની રાશિમાં સ્થિતિમાં ફેરફાર કરશે. આ ગ્રહની સ્થિતિઓમાં તમારી રાશિ પર કેવી થશે અસર જાણો

(૧)મેષ રાશિ :

ખાસ ભ્રમણાઓમાં ન રહેશો. તમારા માટે નિરાશાજનક રહેવાનો છે આવનારો સમય. મેષ રાશિના લોકો થોડી આળસ અનુભવશે કામ પ્રત્યેની ધગશ ઓછી થશે. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો.

(૨)વૃષભ રાશિ :

ગુપ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય આંટીઘુટી ઉકેલી શકશો. રૂપિયા પૈસાના મામલે સાવધાની રાખવી.

(૩)મિથુન રાશિ :

સંઘર્ષની સાથે સફળતા મળશે. ધનલાભ પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્તિયોગ  થશે.

(૪)કર્ક રાશિ :

 આર્થિક પ્રશ્ન હલ થતો લાગે. આકસ્મિક સમસ્યા ઉકેલાય.

(૫)સિંહ રાશિ :

 તમારા દરેક કાર્યમાં ચીવટ-કાળજી અને એકાગ્રતા જરૃરી સમજજો તો નુકસાન અટકે. સ્નેહીથી વિવાદ ટાળજો.

(૬)કન્યા રાશિ :

 ઈશ્વરીય સહાય અને સ્નેહીનો સંગાથ ફળદાયી જણાય. સાનુકૂળ સજોગો સર્જાતા આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાશે.

(૭) તુલા રાશિ :

 સંઘર્ષ હળવો બને. સ્નેહી-સંબંધીથી મિલનનો પ્રસંગ.

(૮)વૃશ્ચિક રાશિ :

આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો.નહીંતર નાણાભીડ સર્જાશે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

(૯)ધન રાશિ :


આવક કરતાં જાવક વધે થતાં પૈસા અવિરત મળ્યા કરે પ્રવાસ-પર્યટન થી ધનલાભ.

(૧૦)મકર રાશિ :

 બીમારી કે અકસ્માતથી સાવધ રહેવું. ખર્ચના પ્રસંગ સર્જાય.

(૧૧)કુંભ રાશિ :

 પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત અંગે સંજોગ સાથ આપશે. વિવાદ-ક્લેશ ટાળજો.

(૧૨)મીન રાશિ :

 નાણાકીય કામકાજ અંગે સાનુકૂળતા. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો