પૂજા-પાઠ / ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી, આ 9 દિવસ મંત્ર સિદ્ધિ અને સાધના માટે મહત્ત્વપૂર્ણ મનાય છે

Gupt Navratri from January 25, these 9 days are considered important for mantra siddhi and sadhana.

  • વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, અષાઢ અને મહા મહિનાના સુદ પક્ષમાં ગુપ્ત નવરાત્રિ આવે છે

Divyabhaskar.com

Jan 20, 2020, 08:50 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુપ્ત નવરાત્રિ હિંદુઓના મહત્ત્વપૂર્ણ ધાર્મિક તહેવારોમાંથી એક છે. લોકોને પૌરાણિક સમયથી તેમાં આસ્થા અને વિશ્વાસ છે. આ પર્વ દેવી માતા શક્તિને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવે છે, જેથી જીવનમાં કોઇ તણાવ આવે નહીં. જો તમારી કોઇ સમસ્યા હોય તો, તમે વિશેષ સમસ્યા માટે વિશેષ મંત્રનો જાપ કરીને તે સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો.

ગુપ્ત નવરાત્રિ તારીખ અને મુહૂર્તઃ-
ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી છે. નવરાત્રિ અનુષ્ઠાનની સમાપ્તિ 4 ફેબ્રુઆરી થશે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 25 જાન્યુઆરીએ એકમ તિથિએ સવારે 9:53 વાગ્યાથી 10:49 વાગ્યા સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:17 વાગ્યાથી બપોરે 1:01 વાગ્યા સુધી રહેશે.

દસ મહાવિદ્યાઓની પૂજાઃ-
દેવી ભાગવત પ્રમાણે જે પ્રકારે ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ઠીક તે જ પ્રકારે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાધક માં કાળી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી માતા, માતા છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માં ઘૂમાવતી, માં બગલામુખી, માં માતંગી અને માં કમલા દેવીની પૂજા કરે છે.

વર્ષમાં 4 નવરાત્રિ આવે છેઃ-
દેવી પુરાણ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. પહેલી નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે. બીજી નવરાત્રિ અષાઢમાં, ત્રીજી નવરાત્રિ આસો મહિનામાં, ચોથી પોષ મહિનામાં આવે છે. આ ચાર નવરાત્રિમાં આસો મહિનાની નવરાત્રિ સૌથી મુખ્ય હોય છે. જ્યારે અન્ય મુખ્ય નવરાત્રિ ચૈત્ર મહિનાની હોય છે. આ સિવાય અન્ય 2 નવરાત્રિને ગુપ્ત માનવામાં આવે છે.

તંત્ર સાધકો અને સંન્યાસીઓ માટે નવરાત્રિ મહત્ત્વપૂર્ણઃ-
એક વર્ષમાં ચૈત્ર, અષાઢ, આસો અને મહા મહિનામાં કુલ ચાર નવરાત્રિ હોય છે. આ ચાર નવરાત્રિમાં બે પ્રત્યેક્ષ અને બે ગુપ્ત નવરાત્રિ હોય છે. ચૈત્ર અને આસો મહિનાના સુદ પક્ષની એકમથી નોમ સુધી આ 9 દિવસને પ્રત્યેક્ષ નવરાત્રિ માનવામાં આવે છે. તેનું વિશેષ મહત્ત્વ છે. ત્યાં જ, અષાઢ અને મહા મહિનાની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિની શ્રેણીમાં રાખવામાં આવી છે. નવરાત્રિ ગુપ્ત તંત્ર સાધકો અને સંન્યાસીઓ માટે મહત્ત્વપૂર્ણ છે.

X
Gupt Navratri from January 25, these 9 days are considered important for mantra siddhi and sadhana.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી