સુપર રિચ / ટોચના દસ ભારતીય અમીરોમાંથી 5 ગુજરાતી, સતત 8માં વર્ષે મૂકેશ અંબાણી પ્રથમ સ્થાને

Gujaratis leading in the list of the top 10 India Rich List
X
Gujaratis leading in the list of the top 10 India Rich List

  • સંપત્તિમાં 33% વધારા સાથે ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ટોપ 5માં સામેલ
  • ગુજરાતના 65 ધનાઢ્યોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 49 લોકો રહે છે
  • યાદીમાં સામેલ 953 ભારતીયોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27%

Divyabhaskar.com

Sep 25, 2019, 06:14 PM IST
બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થે આજે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની 8મી આવૃત્તિ જાહેર કરી છે. આ યાદી મુજબ ટોચના 10 ભારતીય અમીરોની યાદીમાં 5 અમીરો ગુજરાતી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણી કુલ રૂ 380,700 કરોડની સંપત્તિ સાથે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં સતત 8માં વર્ષે ટોચના સ્થાને રહ્યાં છે. લંડન સ્થિત એસપી હિંદૂજા એન્ડ ફેમિલિ રૂ 186,500 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે અને વિપ્રોના સ્થાપક અઝિમ પ્રેમજી રૂ 1,17,100 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ એલએન મિત્તલ રૂ 1,07,300 કરોડની સંપત્તિ સાથે ચોથા સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ગૌતમ અદાણી રૂ 94,500 કરોડની સંપત્તિ સાથે યાદીમાં પાંચમાં ક્રમે છે. ટોચના 10 વ્યક્તિઓમાં મૂકેશ અંબાણીએ 3% અને ગૌતમ અદાણીએ 33%ની વૃદ્ધિ નોંધાવી છે.

ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં રૂ. 23,300 કરોડ વધી

આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ અદાણી ગત વર્ષે 8માં સ્થાને હતા જે આ વર્ષે ઉપર 5માં સ્થાને આવી ગયા છે. અદાણીની કુલ સંપત્તિ 2018માં રૂ. 71,200 કરોડ હતી જે 2019માં રૂ. 23,300 કરોડ વધીને રૂ. 94,500 કરોડ થઇ હતી. એક જ વર્ષના સમયમાં તેની સંપત્તિમાં અંદાજે 33%નો વધારો થયો છે.

2. ટોપ 10ની કુલ સંપત્તિમાં ગુજરાતીઓનો હિસ્સો 58.56%

આ યાદીમાં શામેલ ટોચના 10 ધનાઢ્યોની કુલ સંપત્તિ રૂ. 12.94 લાખ કરોડ થાય છે જયારે યાદીના ગુજરાતી રિચ લોકોની કુલ સંપત્તિ રૂ. 7.57 લાખ કરોડની છે. આ હિસાબે ગુજરાતી અમીરોની હિસ્સેદારી 58.56% જેટલી થાય છે.

3. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ ધનાઢ્યો રહે છે

રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 65 વ્યક્તિઓનો રિચેસ્ટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી 49 લોકો અમદાવાદમાં રહે છે જયારે સુરતમાં 9, રાજકોટમાં 6 અને વડોદરામાં 2 લોકો રહે છે. આ યાદીમાં હીરાના અગ્રણી સવજીભાઈ ધોળકિયા અને બાલાજી વેફર્સના ભીખાભાઈ વિરાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

4. લીસ્ટમાં 1,000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીયોને સામેલ કરવામાં આવે છે

હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ જુનૈદે જણાવ્યું હતું કે, રિચ લિસ્ટમાં રૂ. 1,000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીયોને સામેલ કરવામાં આવે છે. ભારત સરકારે 5 ટ્રિલિયન યુએસ ડોલર જીડીપીનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ત્યારે અમને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં ઇન્ડિયા રિચ લિસ્ટમાં પણ ચારગણું વધશે.

5. 2019ની આવૃત્તિમાં ભારતીયોની સંખ્યા વધીને 953 થઇ છે

રિચ લિસ્ટની યાદીમાં ભારતીયોની સંખ્યા વર્ષ 2018માં 831 હતી તે વધીને 2019માં 953 થઇ છે. આ યાદીમાં સામેલ ભારતીયોની કુલ સંપત્તિ ભારતના જીડીપીના 27% થવા પામે છે, જેમાં ટોચના 25 જીડીપીમાં 10% હિસ્સો ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ સંપત્તિમાં 2%નો વધારો નોંધાયો છે, જ્યારે કે સરેરાશ સંપત્તિમાં 11%નો ઘટાડો થયો છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી