‘ક્યાર’સાયક્લોન / આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વધુ એક સિસ્ટમ સક્રિય થઈ

અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના: મનોરમા મોહંતી, વૈજ્ઞાનિક-હવામાન વિભાગ

  • વેલમાર્ક લો-પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશન બની જશે
  • અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડશે: હવામાન વિભાગ
  • ક્યાર 200 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, દરિયાકાંઠે બે નંબરનું સિગ્નલ

Divyabhaskar.com

Oct 29, 2019, 03:18 PM IST

અમદાવાદ: આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી