વાતાવરણમાં પલ્ટો / વાઘ બારસ અને ધનતેરસના દિવસે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather forecast for 24 and 25 October

  • 24-25 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ, દિવાળીના દિવસે પણ ઝાંપટા પડી શકે
  • અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે

Divyabhaskar.com

Oct 21, 2019, 02:37 PM IST

અમદાવાદ: દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

29 અને 30 ઓક્ટોબરે કચ્છમાં ભારે વરસાદની આગાહી
દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની છે જે દિવાળી અને નવા વર્ષના દિવસે ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી શકે છે. ઉપરાંત 23 અને 30 ઓક્ટોબરે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

ચોમાસાની વિદાય બાદ વરસાદ થમતો નથી
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુમો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી, પરંતુ અરબી સમુદ્રમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિધિવત વિદાય બાદ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિતા વધી ગઈ છે. હવામાન વિભાગે પોરબંદરના દરિયામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

ઠંડા પવનનું જોર વધતા ગરમીમાં આશિંક રાહત
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. ત્યારબાદ દરિયામાં વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વરસાદ ઝાંપટા પડશે. આગાહીને પગેલ ગુજરાતના કેટલાક શહેરોમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન ગગડતાં ગરમીમાં આશિંક રાહત મળી છે.

X
Gujarat Weather forecast for 24 and 25 October

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી