વિધાનસભા સત્ર / શિક્ષણમાં પર્ફોર્મન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષમાં ગુજરાત દેશમાં પ્રથમ,3 લાખ વિદ્યાર્થીએ ખાનગીશાળા છોડી સરકારીમાં પ્રવેશ લીધો

શિક્ષણ મંત્રીની ફાઈલ તસવીર
શિક્ષણ મંત્રીની ફાઈલ તસવીર

  • શિક્ષણ વિભાગના રૂ.31,975 કરોડના બજેટને પસાર
  • શિક્ષણમાં પર્ફોર્મન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષમાં 1000માંથી 870 ક્રમ મેળવ્યા
  • ગેરહાજર રહેતા અંદાજે 115 જેટલા શિક્ષકોને ફરજમાંથી દૂર કરાયા

Divyabhaskar.com

Mar 13, 2020, 06:10 PM IST

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં વર્ષ 2020-21ની શિક્ષણ વિભાગ માટેની અંદાજપત્રીય ચર્ચાનો જવાબ આપતા શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીને કક્ષા પ્રમાણે વાંચતા, લખતા, ગણતા આવડે તે રાજ્ય સરકારનો સંકલ્‍પ છે. શિક્ષણમાં સુધારણા માટે જે પ્રયાસો થયા છે તેના પરિણામોથી પ્રોત્‍સાહિત થઈને છેલ્‍લા પાંચ વર્ષમાં ખાનગી શાળાના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. શિક્ષણમાં પર્ફોર્મન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષ (પી.જી.આઈ.)માં કુલ 1000માંથી 870 ક્રમ સાથે ગુજરાતે બીજું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે. પ્રથમ સ્‍થાન કેન્‍દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને 896 ક્રમ પ્રાપ્‍ત કર્યુ છે. પરંતુ રાજ્યની દ્રષ્‍ટિએ જોઈએ તો ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે.

373 QR કોડ દ્ધારા 427 જેટલા ઈ-મટીરીયલ્‍સ જોડવામાં આવ્યા
શિક્ષણ મંત્રીએ જણાવ્યા મુજબ, પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા ગુજરાત સ્‍કૂલ કવોલીટી એક્રીડીટેશન કાઉન્‍સીલને પણ અમલી બનાવાઈ છે. વર્ષ 2019-20થી ધોરણ-6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના કુલ 6 પાઠયપુસ્‍તકોને Energised textbooks (ETB) તરીકે વિકસાવાયા છે. તેના બન્‍ને વિષયોના પ્રકરણોમાં 373 QR કોડ દ્ધારા 427 જેટલા ઈ-મટીરીયલ્‍સ જોડવામાં આવ્‍યા છે. શિક્ષકો અને વાલીઓની સાથે સાથે સ્‍વઅઘ્‍યયના માટે બાળકો પણ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પાઠયપુસ્‍તકોના ઉપયોગ સંદર્ભે કુલ 15 લાખથી પણ વધારે QR કોડસ સ્‍કેન કરવામાં આવ્‍યા છે. મોબાઈલથી QR કોડસ સ્‍કેન કરવાથી તેની સાથે જોડાયેલું ઈ-કન્‍ટેન્‍ટ જેમ કે ઓડિયો-વિડીયો, એનિમેશન કે ઈન્‍ટર એક્ટીવ ફાઈલ મોબાઈલ સ્‍ક્રીન ઉપર જોઈ શકાય છે તેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જે તે વસ્‍તુનું તાદ્રશ ચિત્રણ સરળ બની જાય છે.

પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ થકી 49.6 ટકા વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી

શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના અનેક પ્રતિભા સંપન્‍ન વિદ્યાર્થીઓએ સ્‍ટાર્ટઅપના માઘ્‍યમથી વિવિધ ક્ષેત્રોમાં શોધ કરીને આગવી પહેલ કરી છે. હેકાથોન અંતર્ગત રાજયના 21 જિલ્‍લામાં 154 ઉદ્યોગોએ 200 જેટલી સમસ્‍યાઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની 1874 જેટલી ટીમોએ આ સમસ્‍યાઓના ઉકેલ માટે તત્‍પરતા દાખવી હતી. તેમાં 171 ટીમના 1039 વિદ્યાર્થીઓએ 71 ઉદ્યોગના 83 પડકારો ઉપર નોનસ્‍ટોપ 36 કલાક કામ કર્યુ હતું.શિક્ષિત યુવાનોને જે તે ક્ષેત્રમાં રોજગારી મળે તે માટે શિક્ષણ વિભાગ દ્ધારા જિલ્‍લા દીઠ જોબ પ્‍લેસમેન્‍ટ ફેરનું પણ આયોજન કરાયું છે. વર્ષ 2019-20માં ઉદીશા પ્‍લેસસમેન્‍ટ પ્રોજેકટ અંતર્ગત રૂ.3.62 કરોડની જોગવાઈ કરાઈ હતી. ફેબ્રુઆરી-2020માં સમગ્ર રાજ્યના કુલ 30 સ્‍થળોએ આયોજીત પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં કુલ 17,148 પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભ્‍યાસ પૂર્ણ થયે રોજગારી પ્રાપ્‍ત થશે. આ પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ થકી 49.6 ટકા વિદ્યાર્થીઓ નોકરી માટે પસંદગી પામ્‍યા છે.

વિદ્યાર્થીઓને વધુમાં વધુ વાર્ષિક રૂ. 9 લાખની સેલેરી મળશે

મંત્રીએ આગળ કહ્યું વર્ષ 2019-20માં પ્‍લેસમેન્‍ટ કેમ્‍પના આયોજન દ્ધારા 17,148 વિદ્યાર્થીઓ અને પ્રિ-પ્‍લેસમેન્‍ટ દ્વારા 2,936 સાથે કુલ 20,084 વિદ્યાર્થીઓને રોજગારીની તક પ્રાપ્‍ત થઈ છે.આમ આ વિદ્યાર્થીઓને વધુમાં વધુ વાર્ષિક રૂ. 9 લાખ અને ઓછામાં ઓછી વાર્ષિક રૂ.96 હજારની સેલેરી વિદ્યાર્થીની પસંદગી થયે વિદ્યાર્થીને મળશે.

3 લાખ 99 હજાર 34 શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી

શિક્ષણમંત્રીના પ્રત્‍યુત્‍તર બાદ શિક્ષણ વિભાગના રૂ.31,975 કરોડના બજેટને પસાર કરાયું હતું. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુધારણા માટે લેવાયેલ શ્રેણીબઘ્‍ધ પ્રયાસોની વિગતો આપતા શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, રાજ્યની તમામ પ્રાથમિક, માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓના કુલ 1 કરોડ 14 લાખ 52 હજાર 107 વિદ્યાર્થીઓ અને 3 લાખ 99 હજાર 34 શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે. એટલું જ નહીં અનિયમિત અને સતત ગેરહાજર રહેતા અંદાજે 115 જેટલા શિક્ષકોને ફરજમાંથી દૂર કરાયા છે. આ પઘ્‍ધતિને વધુ મજબુત કરવા બાયોમેટ્રીક સિસ્‍ટમ અથવા ફેસ રેકર્ડનાઈઝેશન પઘ્‍ધતિ અમલમાં મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી, એકમ કસોટી, સંત્રાત કસોટી, વાર્ષિક કસોટીમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્‍ત કરેલ ગુણની વિદ્યાર્થીવાર, પ્રશ્નવાર ડેટા એન્‍ટ્રી પણ કરવામાં આવે છે અને તેના કારણે વિદ્યાર્થીની કઈ બાબતમાં કચાશ છે તે શોધીને તેનો ઉપચાર પણ કરવામાં આવે છે. આ વ્‍યવસ્‍થાના કારણે વિદ્યાર્થી જે તે ધોરણના ચોકકસ લર્નિગ આઉટકમ પ્રાપ્‍ત કરે તે સુનિશ્‍ચિત થાય છે.

X
શિક્ષણ મંત્રીની ફાઈલ તસવીરશિક્ષણ મંત્રીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી