અમદાવાદ / કથિત પ્રેમ પ્રકરણ મામલે હાઈકોર્ટની સસ્પેન્ડેડ IAS દહિયાને રાહત, ગુજરાત પોલીસ તપાસ નહીં કરે

ગૌરવ દહિયાની ફાઈલ તસવીર
ગૌરવ દહિયાની ફાઈલ તસવીર

  • ગૌરવ દહિયાએ એક જ કેસની અલગ-અલગ પોલીસ સ્ટેશનની તપાસ સામે વાંધો લીધો હતો
  • દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે

Divyabhaskar.com

Aug 22, 2019, 07:19 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કથિત પ્રેમ સંબંધો મામલે સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાને રાહત આપી છે. દિલ્હીની મહિલા લીનુસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે નહીં. દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે.

એક જ ફરિયાદ મામલે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી શકાય નહીં

ગૌરવ દહિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગાંધીનગર પોલીસ દહિયાને તપાસ મામલે બોલાવી શકે છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે, એક જ ફરિયાદ મામલે બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી શકાય નહીં. હજુ દિલ્હીમાં આ મામલે તપાસ બાકી હોવાથી ગુજરાત પોલીસ આ મામલે તપાસ નહીં કરે.

બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે દહિયાએ વાંધો લીધો હતો
સેકટર 7 પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ દહિયાએ ગાંધીનગર પોલીસને જવાબ આપી પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યા દિલ્હી અને ગાંધીનગર પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો હતો. જેથી ગૌરવ દહિયાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન માગ્યું હતું.

X
ગૌરવ દહિયાની ફાઈલ તસવીરગૌરવ દહિયાની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી