• Property
  • Gujarat lot of buildings in blank? Ahmedabad and S

ગુજરાતમાં મકાનો ખાલીખમ્મ! અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ખાલી

Gujarat lot of buildings in blank? Ahmedabad and S

Business Desk

May 26, 2012, 06:41 AM IST

સેન્સેસ 2011ના રિપોર્ટમાં આ માહિતી આવી બહાર

ગુજરાતમાં અંદાજે 15 ટકા મકાનો ખાલી પડ્યા છે. ગુજરાતમાં 1.75 કરોડ મકાનો છે, તેમાંથી અંદાજે 24 લાખ મકાનો ખાલી પડ્યા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 3 લાખ મકાનો ખાલી પડ્યા છે તેમ સેન્સેસ 2011ના રિપોર્ટમાં દર્શાવાયું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટાપાયે મકાનો ખાલી પડ્યા છે. તેનું મુખ્ય કારણ ટેક્સટાઇલ મિલો પણ છે. 1990ની સાલ બાદ મિલો બંધ થતાં માઇગ્રેટ કામદારો શહેર છોડીને નીકળી ગયા હતા. તેમજ કોમી રમખાણો બાદ પણ પૂર્વ વિસ્તારમાંથી મોટા પાયે મકાનો ખાલી કરી દીધા હતા. તેની અસર પ્રોપર્ટીના વેચાણ પર પણ પડી છે.

અમદાવાદમાં અંદાજે કુલ 22 લાખ મકાનો છે, તેમાંથી 12 ટકા એટલે કે 2.81 લાખ મકાનો ખાલી પડ્યા છે તેવું કહેવાય છે. આ અંગે ગાઇહેડના પ્રમુખ રૂષભ પટેલે દિવ્યભાસ્કર.કોમ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સેન્સેસના આ રિપોર્ટમાં ખાલી મકાનનો રેશિયો વિશ્વસનીય લાગતો નથી. એકબાજુ તો હાઉસિંગ સ્ટોકની ડેફિસિટી બતાવામાં આવે છે. બીજીબાજુ મકાનો ખાલી પડ્યા છે તેવું સરકારના જ એક રિપોર્ટમાં દર્શાવામાં આવે છે. તેમજ આ રિપોર્ટમાં અંડર કન્સ્ટ્રક્શનનો ઉલ્લેખ જ નથી. આથી આ રિપોર્ટ પર પહેલાં તો રિવ્યૂ કરવાની જરૂર છે.

ગુજરાતમાં સુરત શહેરમાં સૌથી વધુ 2.86 લાખ મકાનો ખાલી પડ્યા છે.




X
Gujarat lot of buildings in blank? Ahmedabad and S
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી