તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Gujarat Gaun Seva Pasandgi Mandal Exam And Local Body By poll Postponed

ગુજરાત ગૌણ સેવા પસંદગીની 22 માર્ચની પરીક્ષાઓ અને સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી મોકૂફ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ કોરોના વાઈરસને પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી રવિવાર એટલે કે 22 માર્ચના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્ય ચૂંટણી પંચે 13 તાલુકા પંચાયતોની 17 બેઠકો અને 13 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી માટે 22 માર્ચના રોજ મતદાન અને 24 માર્ચે મતગણતરી યોજાવાના હતા.

યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
- ગુજરાત યુનિવર્સિટી : બીજા તબક્કાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
- ઉત્તર ગુજરાત હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી : 17 માર્ચથી શરૂ થતી સેમ-4, 6ની પરીક્ષા મોકૂફ
-  અમદાવાદ યુનિવર્સિટી : આજથી શિક્ષણ બંધ
- જીટીયુ :  શૈક્ષણિક કાર્ય બંધ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો