ગુજરાત ફ્લેશબેક 2019 / ગુજરાતના કિનારા તરફ 20 વર્ષનું સૌથી મોટું વાવાઝોડું ‘વાયુ’ આગળ વધ્યું, છેલ્લી ઘડીએ દરિયામાં ફંટાતા ખતરો ટળ્યો

વાયુ વાવાઝોડાના કારણે 150થી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.
વાયુ વાવાઝોડાના કારણે 150થી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.

  • સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગતાં 22 બાળકોનાં મોત
  • વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 21 ઈંચ ખાબક્યો, 6નાં મોત
  • દરવાજા લગાવ્યા બાદ નર્મદા ડેમ પહેલી વખત ઓવરફ્લો
  • પંચમહાલ-મહીસાગર જિલ્લાની સરહદે વાઘનો વસવાટ, જોકે 4 દિવસમાં જ મોત
  • મગફળીના સેમ્પલ ફેલ કરી ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પર્દાફાશ

Divyabhaskar.com

Dec 31, 2019, 03:00 AM IST
અમદાવાદ: અરબી સમુદ્રમાં ઉદ‌્ભવેલું ‘વાયુ’ વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધતા રાજ્ય સરકાર સહિત સમગ્ર વ્યવસ્થા તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું હતું. કાંઠા વિસ્તારમાં ટ્રેન, બસ અને વિમાની સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. આર્મીની ત્રણેય પાંખોને પણ સાબદી કરી દેવાઈ હતી. હવામાન વિભાગના મતે વાવાઝોડામાં 150થી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. જો આ વાવાઝોડું કનિારા પર ત્રાટકે તો મોટે પાયે નુકસાન વેરી શકે તેમ હતું. આથી લગભગ 500 ગામડામાંથી અઢી લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે વાવાઝોડું કનિારા નજીક પહોંચીને દરિયામાં ફંટાઈ જતા કોઈ મોટી નુકસાની થઈ ન હતી.
તક્ષશિલા અગ્નિકાંડ: તક્ષશિલા આર્કેડમાં આગ લાગતાં 22 બાળકોનાં મોત
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે આગ લાગતા 22 બાળકોના મોત થયા હતાં. 40થી વધુ લોકો માટે બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ જતાં બીજા માળે ક્લાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતાં. આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતાં કેટલાંક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ મારી દીધી હતી. આ પ્રકરણમાં 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.
મોંઘેરો મહેમાન: પંચમહાલ-મહીસાગર જિલ્લાની સરહદે વાઘનો વસવાટ, જોકે 4 દિવસમાં જ મોત
તા.10મી ફેબ્રુઆરીના રોજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગુગલીયા પ્રાથમિક શાળાના શિક્ષકે ઘરે પરત ફરતી વેળાએ વાઘ જોયો હતો. જે સમાચારરૂપે દિવ્ય ભાસ્કરમાં સૌપ્રથમ પ્રકાશિત થયા બાદ વન વિભાગના નાઇટ વિઝન કેમરામાં પર વાઘ ક્લિક થયો હતો. જોકે તેનું ચાર જ દિવસમાં મૃત્યુ થયું હતું.
શૂટ એટ સાઈટ: રોજ એક માણસ મારતો આદમખોર દીપડો ઠાર
બગસરા પંથકમાં માણસો પર વારંવાર હુમલા કરતા માનવભક્ષી દીપડાને મારવા શાર્પ શૂટર મોકલી શૂટ એટ સાઈટના ઓર્ડર અપાતાં દીપડો ઠાર થયો હતો.
નર્મદા ડેમ છલકાયો: દરવાજા લગાવ્યા બાદ નર્મદા ડેમ પહેલી વખત ઓવરફ્લો
નર્મદા ડેમ પર દરવાજા લગાવાયા બાદ પ્રથમ વખત ઓવરફ્લો થયો હતો. ડેમની સપાટી પહેલી વખત 138.68 મીટરે પહોંચી તેના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની મુલાકાત લીધી હતી. તેમણે નર્મદા નીરના વધામણા કર્યાં હતા અને કેવડિયા ખાતે આયોજિત નમામી દેવી નર્મદે જન ઉત્સવમાં હાજરી આપી હતી. આ સમયે તેમણે નર્મદા પરિયોજનાના અધૂરા પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી તેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાની મુખ્યમંત્રી અને અધિકારીઓને ટકોર કરી હતી.
કરુણ અંજામ: ASIએ પ્રેમી કોન્સ્ટેબલને ગોળી ધરબી આપઘાત કર્યો
રાજકોટના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારે 11 જુલાઇના રોજ તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહની પોતાના ફ્લેટમાં હત્યા કરી ખુશ્બૂએ આપઘાત કરી લીધો હતો.
કૌભાંડનો પર્દાફાશ: મગફળીના સેમ્પલ ફેલ કરી ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પર્દાફાશ
રાજકોટ માર્કેટીંગયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે થતી ખરીદીમાં થતા કૌભાંડનો એક જ વર્ષમાં બે વખત ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો હતો. 5 જાન્યુઆરીના રોજ મગફળી ખરીદવાના માટે એક કોથળો મગફળી લેવાનો પર્દાફાશ કર્યો હતો જ્યારે હાલમાં 16 ડિસેમ્બરે મગફળીનો જથ્થો રિજેક્ટ કરી ખેડૂત પાસેથી રૂ.2500 પડાવ્યા બાદ એ જ જથ્થો એપ્રુવ કરી ખરીદાવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ઐતિહાસિક જળતાંડવ: વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 21 ઈંચ ખાબક્યો, 6નાં મોત
વડોદરામાં 31 જુલાઈએ શરૂ થયેલા વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને 24 કલાકની અંદર શહેરમાં 21 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની મદદ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હતું અને એક જ દિવસમાં છ લોકોના મોત નિપજ્યાં હતા. ભયાનક વરસાદના કારણે વરસાદી પાણીને ઓસળતાં ત્રણ થી ચાર દિવસ લાગ્યા હતા.
રેપ વિથ મર્ડર: માત્ર 3 મહનિામાં 10 વર્ષથી નાની 5 બાળકીઓ સાથે બળાત્કારની ઘટના
સુરતમાં 2019માં નાની બાળકીઓ પર બળાત્કારના કિસ્સા વધ્યા હતા. 9 જાન્યુઆરીએ 3 વર્ષની બાળકી પર ગેંગરેપ થયો હતો, જ્યારે 28 જાન્યુઆરીએ 35 વર્ષિય એચઆઇવી ગ્રસ્ત પાડોશીએ રેપ કર્યો હતો. 11 માર્ચે નશો કરીને આરોપીએ 2 વર્ષની બાળકીને પીંખી નાંખી હતી. 13 માર્ચે 4 વર્ષની બાળકી પર ગેંગરેપ અને 15 માર્ચે 8 વર્ષની બાળકી પણ બળાત્કારનો ભોગ બની હતી.
રાજકીય ઘટનાક્રમ
શહેરોમાં હેલ્મેટ મરજિયાત કરાયું

રાજય સરકારે કેન્દ્રિય મોટર વ્હિકલ એકટનો કડક અમલ કરવાનો નિર્ણય કરતા હેલ્મેટ,પીયુસી સહિતના પ્રમાણપત્રો સાથે કે ડીજી લોકરમાં રાખવાના ફરજીયતા કર્યા હતા.
બનિઅનામતને 10% અનામત
અનામત કેટેગરીમાં ન આવતા બનિઅનામત વર્ગ માટે કેન્દ્ર સરકારે 10 ટકા અનામતની જોગવાયનો કાયદો પસાર કર્યો હતો. જેનો દેશમાં સૌપ્રથમ અમલ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો.
લોકસભામાં 26 બેઠકો ભાજપને
લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીમાં ગુજરાત રાજય એવું હતું કે જેની તમામ 26 બેઠક પર ભાજપ વિજયી થયો હતો. અગાઉ વર્ષ 2014માં ગુજરાતની તમામ 26 બેઠક ભાજપના ફાળે ગઇ હતી.
રાજ્યમાં પહેલીવાર રિવર રાફ્ટિંગ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરાઈ રહ્યા છે જે અંતર્ગત નર્મદાના નીરમાં રાજ્યમાં સૌ પ્રથમ મુખ્યમંત્રીના હસ્તે રિવર રાફ્ટિંગ શરૂ કરાયું હતું.
ખેડૂતોને 3800 કરોડની સહાય
ગુજરાતમાં ભારે અને કમોસમી વરસાદને કારણે ચોમાસું અને શિયાળુ પાક નિષ્ફળ જતાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ. 3800 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
બનિસચિવાલય પરીક્ષા રદ કરાઈ
જીપીએસસી દ્વારા બનિસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાય હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જેના કારણે ઉગ્ર આંદોલન થયા હતા. આંદોલનના પરિણામે સરકારને પરીક્ષા રદ કરવી પડી હતી.
ભાનુશાળીની રાજકીય હત્યા
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં સુરજબારી અને કટારિયા વચ્ચે ગોળી મારી હત્યા કરી હત્યારાઓ ટ્રેન રોકીને પલાયન થઈ ગયા હતા.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયો
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયો હતો. તેની સાથે ધવલસિંહ ઝાલાએ પણ કેસરિયા કર્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી બંનેનું સ્વાગત કર્યું હતું.
X
વાયુ વાવાઝોડાના કારણે 150થી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.વાયુ વાવાઝોડાના કારણે 150થી 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી