રણજી ટ્રોફી / ગુજરાતે આંધ્રપ્રદેશને 8 વિકેટે હરાવી ક્વાર્ટરફાઇનલમાં સ્થાન મેળવ્યું, અક્ષર પટેલે મેચમાં 10 વિકેટ લીધી અને 89 રન કર્યા

અક્ષર પટેલ.
અક્ષર પટેલ.

  • ગુજરાત 20 ફેબ્રુઆરીએ ક્વાર્ટરફાઇનલમાં ગોવા સામે ટકરાશે

Divyabhaskar.com

Feb 15, 2020, 04:19 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાતે રણજી ટ્રોફી રાઉન્ડ-9ની મેચમાં આંધ્રપ્રદેશને 8 વિકેટે હરાવી ક્વાર્ટરફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગુજરાત આ જીત સાથે એલાઇટ ગ્રુપ A અને Bમાં 35 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. આંધ્રપ્રદેશની ટીમ 177 રનમાં ઓલઆઉટ થઇ હતી. ગુજરાતે પ્રથમ દાવમાં 406 રન કરીને 229 રનની લીડ મેળવી હતી. આંધ્રપ્રદેશ બીજા દાવમાં 258 રનમાં ઓલઆઉટ થતા ગુજરાતને 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યજમાન ગુજરાતે નડિયાદના જીએસ સ્ટેડિયમ ખાતે 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

અક્ષરનો ઓલરાઉન્ડ દેખાવ
અક્ષર પટેલે મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ દાવમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ બીજા દાવમાં આંધ્રની 7 વિકેટ અને મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી.ગુજરાત ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નથી. તેણે 8માંથી 5 મેચ જીતી છે, જ્યારે 3 મેચ ડ્રો થઇ છે. ક્વાર્ટરફાઇનલ 20 ફેબ્રુઆરીએ રમાશે. ગુજરાત 20 ફેબ્રુઆરીએ ક્વાર્ટરફાઇનલમાં ગોવા સામે ટકરાશે.

X
અક્ષર પટેલ.અક્ષર પટેલ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી