• Home
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gujarat ATS has seizure of narcotics worth Rs 175 crore and 5 Pakistanis arrested last night mid sea operation

કચ્છ / ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડએ જખૌ પાસે મધદરિયે રૂ. 175 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓને ઝડપ્યા

  • 175 કરોડની કિંમતના 35 પેકેટને સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યા
  • ઘૂસણઘોરોનો ઈરાનની સીમાથી ઘૂસાડીને ગુજરાતથી વિદેશ પહોંચાડવાનો પ્લાન હતો

Divyabhaskar.com

Jan 06, 2020, 12:09 PM IST
ભુજ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS), કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે ગઈકાલે રાત્રે મધદરિયે જખૌ પાસે ઓપરેશન કર્યું હતું. જેમાં માછીમારી બોટમાં ગેરકાયદેસર જળમાર્ગે ગુજરાતમાં રૂ. 175 કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તેમજ માછીમારી બોટ સહિત 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. પાંચેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
175 કરોડનું ડ્રગ્સ ઘૂસાડતા પકડાયેલા પાકિસ્તાની
35 પેકેટ પકડાયા

માછીમારી બોટમાં કરાંચીના 5 ઈસમો ગેરકાયદેસર રીતે મોડી રાત્રે 4 વાગ્યે અંદાજીત કિંમત રૂ. 175 કરોડના નાર્કોટિક્સના 35 પેકેટ પકડી પાડ્યા હતા. ડ્રગ્સના કન્સાઈન્ટમેન્ટને ઈરાની સીમા પશનીથી લેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ડિલીવરી કરવાનું હોવાનું સામે આવ્યું છે. બાતમીને આધારે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જો કે આ ડ્રગ્સને ગુજરાતમાંથી વિદેશ મોકલવાનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

કચ્છ જળસીમામાં ડ્રગ્સને પગલે એજન્સીઓ સતર્ક

કચ્છની જળસીમામાં ડ્રગ્સના મોટો જથ્થો અગાઉ પણ ઝડપાયો છે. ડ્રગ્સને અહીંથી ઘૂસાડવાના બનાવોને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, ગુજરાત એસટીએસ અને કચ્છ પોલીસ સતર્ક રહે છે.
2019ના મે મહિનામાં 194 પેકેટ ડ્રગ્સ ઝડપ્યું હતું
મે મહિનાના અંતમાં પાકિસ્તાનથી ડ્રગ્સનો અંદાજે 500 કરોડનો જથ્થો ભારતમાં ઘુસાડવાના પ્રયાસને કોસ્ટગાર્ડે નિષ્ફળ બનાવ્યો હતો. જખૌ નજીકના દરિયાઇ વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ પકડવામાં આવી હતી. તેમાંથી ડ્રગ્સના 194 પેકેટ મળી આવ્યા હતા. છ પાકિસ્તાનીને પણ પકડી લેવાયા હતા. 20મી તારીખે સાંજે 7 વાગ્યાના અરસામાં કોસ્ટ ગાર્ડને ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઇ) તરફથી એવી ચોક્કસ બાતમી મળી હતી કે જખૌ કાંઠાના રિસીવરને નાર્કોટિક્સના મોટા જથ્થાની ડિલીવરી કરવા માટે એક પાકિસ્તાની માછીમારી બોટ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન પાસે રાહ જોતી ઊભી છે. પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય કોસ્ટગાર્ડે ઓપરેશન ગુપ્ત રહે એવી રીતે સંદિગ્ધ બોટને પકડવાની કામગીરી શરૂ કરી દીધી. નજીકના કોસ્ટગાર્ડ મથકથી 2 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર બોટ પણ આ કામગીરીમાં જોતરી દેવામાં આવી હતી. જખૌના દરિયામાં પાકિસ્તાની માછીમારી બોટ અલ મદીનાને કોસ્ટ ગાર્ડે શોધી કાઢી હતી. આ પાકિસ્તાની બોટ પણ પોતાની ઉપસ્થિતિ છુપાવવા માટે ભારે પ્રયાસ કરી રહી હતી. તેણે નાસવાનો પણ પ્રયાસ કર્યો. જોકે, કોસ્ટ ગાર્ડના જહાજે પાકિસ્તાની બોટનો પીછો કર્યો અને દરિયો તોફાની હોવા છતાં સફળતાપૂર્વક ભારતીય જળસીમામાં જ તેનો કબજો કરી લીધો.
સંયુક્ત ઓપરેશનમાં સફળતા

ગઈકાલે રાત્રે કચ્છ એસઓજી, ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે કચ્છના જખૌ નજીક દરિયામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં મોડી રાત્રે 4 વાગ્યે એક બોટ નજરે પડતા તેને ઝડપી પાડી હતી. ઝડપાયેલી બોટમાં તપાસ દરમિયાન 35 જેટલા ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. તેની આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ રૂ. 175 કરોડ જેટલી આંકવામાં આવી છે. કરોડો રૂપિયાના ઝડપાયેલા ડ્રગ્સ કયા પ્રકારનું છે તે જાણવા માટે નિષ્ણાંતોની મદદ લેવાશે.

પકડાયેલા પાકિસ્તાની
અનીશ ઈસા ભટ્ટી (ઉ.વ.30) બાબા ઝજીરા કરાંચી
ઈસ્માઈલ મોહમદ કચ્છી (ઉ.વ.50) કેમાડી બીત ઝજીરા કરાંચી
અશરફ મોહમદ કચ્છી (ઉ.વ.42), કેમાડી બીત ઝજીરા કરાંચી
કરીમ અબ્દૂલા કચ્છી (ઉ.વ.37) કેમાડી બીત ઝજીરા કરાંચી
અબૂબકર અશરફ સુમરા (ઉ.વ.55) કેમાડી બીત ઝજીરા કરાંચી
(તસવીર અને માહિતી: ભરત ત્રિપાઠી, દયાપર- કચ્છ)
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી