ગાંધીનગર / ગુજરાતની આંગણવાડીની બહેનોને 45 કરોડના ખર્ચે 58 હજાર સ્માર્ટ ફોન અપાશેઃ વિભાવરી બહેન દવે

કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી વિભાવરી બહેન દવે
કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી વિભાવરી બહેન દવે

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી
  • આંગણવાડી કાર્યકરોને ICDS-CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ ફોનનું વિતરણ કર્યું
     

Divyabhaskar.com

Aug 30, 2019, 07:00 PM IST

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને ICDS-CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઇલ ફોન વિતરણ અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવાના સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જ રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યની આંગણવાડીની બહેનોને 45 કરોડના ખર્ચે 58 હજાર સ્માર્ટ ફોન આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તફરથી કેન્દ્રના મહિલા બાળ વિકાસના મંત્રી સ્મૃતિ ઇઈની અને મહાનુભાવોના હસ્તે સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વ્હાલી દીકરીના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડીની બહેન મળે તો તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરજોઃ સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીઓને અપીલ કરું છું કે, ક્યારેક તમને આંગણવાડીની બહેન મળે તો તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરજો. હું પણ આ આંગણવાડીની તમામ બહેનોને તેમની સમાજ પ્રત્યેની તેમની સમર્પિત સેવા ભાવ માટે આભાર વ્યક્ત કરું છું. પોષણ આપણી સંસ્કૃતિમાં છે. મહિલાઓ પોતાના પરિવારને પહેલાં સાચવે છે અને પોતે છેલ્લે રહે છે. ગામ આખાના બાળકોની કાળજી લે એ જીવનદાયિની જશોદામાતાની કામગીરીમાં સહાયક બને દરેક બાળકનું નામ,વજન, ઉંચાઈ, જન્મ તારીખ તેમજ રસીકરણ-વગેરેની નોંધ રાખશે અને ઉપરી અધિકારીને મોકલશે.

આંગણવાડી કાર્યકરો અને સુપરવાઈઝર બહેનોને સ્માર્ટ ફોન અપાશેઃ વિભાવરી બહેન
જ્યારે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજય મંત્રી વિભાવરીબહેને દવેએ જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રીના સહી પોષણ-દેશ રોશનનો સંકલ્પ ચરિતાર્થ કરવા પોષણ માસ-2019 ના ઉપલક્ષમાં સુપોષિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને ICDS-CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઇલ ફોન વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા 45 કરોડના ખર્ચે 58 હજાર જેટલા સ્માર્ટ મોબાઈલ ફોન રાજ્યભરની આંગણવાડી કાર્યકરો અને સુપરવાઈઝર બહેનોને અપાશે. આ મોબાઈલ દ્વારા બહેનોને 10 જેટલા રજીસ્ટર નિભાવવાની જવાબદારી ઓછી થશે.

મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષા સહિત અનેક મહેમાનોએ હાજરી આપી
આ પ્રસંગે ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, મહિલા અને બાળ વિકાસ આયોગના અઘ્યક્ષા લીલાબેન અંકોલિયા, બાળ આયોગના અઘ્યક્ષા જાગૃતિબહેન પંડ્યા, ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અઘિકારી આર.આર.રાવલ સહિત મોટી સંખ્યામાં આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેકેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી વિભાવરી બહેન દવે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી