તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નોટિસ:બોગસ બિલિંગ કૌભાંડ બાદ સર્વિસ પ્રોવાઇડર્સને જીએસટીની નોટિસ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, કમિશન એજન્ટ, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી

જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને ઈ-વે બિલ સંદર્ભે ટેક્સચોરો સામે લાલ આંખ કર્યા બાદ હવે સર્વિસ પ્રોવાઈડર્સ સામે બાકી ટેક્સ વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરી છે. રાજકોટમાં સર્વિસ ટેક્સ પ્રોવાઇડર્સ જેમકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી, કમિશન એજન્ટ, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર વગેરેને આ નોટિસ આપવામાં આવી છે.આ નોટિસ વર્ષ 2014-15ની ફટકારવામાં આવી છે. એટલે કે 6 વર્ષ બાદ ચાલુ વર્ષમાં આ જૂના વર્ષની નોટિસ કાઢવામાં આવી છે. જે તે વખતે સર્વિસ પ્રોવાઈડર્સે ટેક્સ અને રિટર્ન ભરી દીધા છે. આમ છતાં આ જૂના વર્ષની નોટિસ મળતા કચવાટ જોવા મળી રહ્યો છે.જો કે ટેક્સ ભરવામાં સોફ્ટવેર કામ નહીં કરતા હોવાની ફરિયાદ કરતા ચાર્ટર્ડ એકાઉટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટોને આ પ્રકારની નોટિસ મળતા તેઓમાં કચવાટ થયો છે. જીએસટી વિભાગના અધિકારીઓએ કહ્યું કે, આ સામાન્ય પ્રક્રિયા છે જે કોઈ પોતાનો ટેક્સ નથી ભરતા તેઓને નોટિસ આપવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો